ગજેન્દ્ર સિંહ શેખાવતનાં વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું
વડાપ્રધાન મોદી દેશનાં યુવાનોને નોકરીનાં બદલામાં પકોડા વેચવાની સલાહ આપી હતી ત્યારબાદ એક પછી એક મંત્રીઓનાં સમયાંતરે નિવેદનો આવતાં રહે છે. ત્યારે વધુ એક વધુ મંત્રીનું વિવાદિત નિવેદન આવ્યું છે. જેમણે પકોડા બાદ હવે અથાણું વેચવાની સલાહ આપી છે. મોદી સરકારનાં કૃષિરાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા જ્યા તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે યુવાનોએ તથા મહીલાઓ એ કે જે બેરોજગાર છે. તેમણે અથાણું વેચવાની સલાહ આપી છે. મંત્રી એક ઉદાહરણ આપતા એવી શેખી પણ મારી હતી કે મારા મિત્રની પત્નીએ મારી સલાહ મુજબ અથાણાનો ધંધો ચાલુ કર્યો તો તેમની કંપનીનો ટર્નઓવર બે વર્ષમાં જ બે કરોડ થઈ ગયો. ગજેન્દ્ર સિંહ શેખાવતની આ સલાહ બાદ કોગ્રેસ તરફથી પણ પ્રહારો કરવામાં આવ્યા હતાં, ચિદમ્બરમે જણાવ્યુ હતું કે “પકોડા વેચવા નોકરી છે તો પછી ભીખ માંગવી પણ…” જેના કારણે રાજકારણમાં વધું એક વખત વિવાદીત નિવેદનો આવવાના ચાલુ થઈ ગયા છે.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






