સુરતઃ ભરબપોરે રોડ પર ચપ્પુના ઘા મારી કોલેજીયનની હત્યા

0
73
બાઇક સવાર ત્રણ શખ્સો આવ્યા અને બે જણાએ મોપેડ સાથે ઉભેલા યુવાન પર ચપ્પુના ઘા ઝીંક્યા

ઉધના કૈલાશનગર છત્રપતિ રોડ ઉપર ભરબપોરે મોપેડ ઉપર કોઇકની રાહ જોઇ રહેલા યુવાનને મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા પૈકી બે જણા છાતી, જાંઘ અને પીઠના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી છુટયા હતા. જૂના ઝઘડાની અદાવતમાં યુવાનની હત્યા કરનાર ત્રણ પૈકી બેને ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે આવિર્ભાવ સોસાયટી વિભાગ-૧ પ્લોટ નં. ૨૦૬માં રહેતો અને એમટીબી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો તેમજ નોકરી પણ કરતો સમાધાન અશોકભાઇ પવાર (ઉ.વ. ૨૦) આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ઉધના કૈલાશનગર છત્રપતિ રોડ દીપાલી લેડીઝ ટેલર પાસે પોતાના મોપેડ ઉપર કોઇકની રાહ જોતો ઉભો હતો ત્યારે મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા આવ્યા હતા અને તેની સાથે વાત કરી હતી. થોડીવાર બાદ પાછળ છેલ્લે બેસેલો મજબૂત બાંધાનો યુવાન નીચે ઉતરી સમાધાન પાસે ગયો હતો અને કમરના ભાગે ચાકુ માર્યું હતું. તે સમયે મોટરસાયકલ ઉપર ચાલકની પાછળ બેસેલા યુવાને સમાધાનને જાંઘના ભાગે ચાકુ માર્યું હતું, જ્યારે મજબુત બાંધાના યુવાને બીજી વખત ઘા પીઠમાં કર્યો હતો અને મોટરસાયકલ ઉપર બેસી ત્રણેય ભાગી છુટયા હતા. સમાધાન મોપેડ સાથે રોડ ઉપર ફસડાઇ પડયો હતો અને મોતને ભેટયો હતો. સરેઆમ થયેલી હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ વ્યાપી ગયો હતો અને લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતાં. બનાવ અંગે જાણ થતાં ઉધના પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના પોલીસે સમાધાનના પાડોશી દિપક વિજય સીરસાઠની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા વિરૃદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૃ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સમાધાનનો દોઢ વર્ષ અગાઉ હુમલો કરનારાઓ સાથે ઝઘડો થયો હતો અને તેની અદાવતમાં અવારનવાર થતાં ઝઘડામાં આજે તેની હત્યા થઇ હતી. કડીયા કામ કરતા અશોકભાઇ પવારનો પુત્ર સમાધાન પણ મારામારીના ગુનામાં ઝડપાયો હતો. પોલીસે આ હકીકતના આધારે સમાધાનની હત્યા કરનાર બેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ ઉધના પી.આઇ. એ.પી. પરમાર કરી રહ્યાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY