મુંબઈ ઇન્ડિયન્સનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા આઇપીએલમાંથી આઉટ

0
11

કોલંબો,તા.૩
આઈપીએલ-૧૨માં ફક્ત ૨ મેચ રમ્યા પછી મુંબઈ ઇન્ડિયન્સનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા શ્રીલંકા પરત ફરી રહ્યો છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે મલિંગા ઘરેલુ વન-ડે ટૂર્નામેન્ટ રમવા માટે શ્રીલંકા પરત ફરી રહ્યો છે. જેની પૃષ્ટિ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કરી દીધી છે. શ્રીલંકામાં ૪ એપ્રિલથી ૧૧ એપ્રિલ વચ્ચે ચાર ડોમેસ્ટિક ટીમો વચ્ચે એક વન-ડે ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. જેને શ્રીલંકાના પસંદગીકારો વર્લ્ડ કપ-૨૦૧૯ના ટ્રાયલના રુપમાં જોઇ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે મલિંગા પોતાના દેશ પરત જઈ રહ્યો છે. જ્યાં મલિંગા ગાલેની ટીમની કેપ્ટનશિપ કરશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગત સપ્તાહે જ તેને આઈપીએલમાં રમવાની મંજૂરી આપી હતી. જાકે હવે બુધવારે તે સુપર પ્રાંતીય એક દિવસીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાછો પોતાના ઘરે જઈ રહ્યો છે. મલિંગાનું પાછુ ફરવું મુંબઈ ઇન્ડિયન્સના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે.
મલિંગાના શ્રીલંકા પરત ફરતા પર શ્રીલંકા બોર્ડના ચીફ સિલેક્ટરે સ્પોટ્‌ર્સ સ્ટાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મલિંગા બુધવારે શ્રીલંકા પહોંચશે અને પ્રાંતીય ટૂર્નામેન્ટમાં રમશે. આ સ્પર્ધાનું સ્તર મોટુ છે. આથી વર્લ્ડ કપની તૈયારી માટે તેને મદદ મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY