ડાંગ જિલ્લામાં ૨૫ હજાર ૦૨૩ ખેડૂત પરિવારોને લાભાન્વિત કરાશે

0
8

૨૩મી ફેબ્રુઆરી સુધીમાં ૨૦,૭૦૮ લાભાર્થીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરાઈ
આહવા, તા.૨૫
ખેતીપ્રધાન દેશ એવા ભારતના નાના તથા સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા સાથે તેમની આવક વધારવાના પ્રયાસરૂપે સંવેદનશીલ ભારત સરકારે સો ટકા કેન્દ્રિય પુરસ્કૃત યોજના એવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. જે ખેડૂતોને આર્થિક મદદની સાથે ખાનગી ધિરાણદારો દ્વારા વસુલાતા વ્યાજના વિષચક્રમાંથી પણ મુક્તિ અપાવશે, તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે આહવા ખાતે જણાવ્યું હતું.
પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષેદાડે ત્રણ સરખા હપ્તામાં રૂ.૬ હજારની આર્થિક સહાય પુરી પાડતી આ યોજનાનો લાભ ડાંગ જિલ્લાના કુલ ૨૫ હજાર ૦૨૩ લાભાર્થી ખેડૂત પરિવારોને આપવાના લક્ષ્યાંક સામે તા.ર૩મી ફેબ્રુઆરી સુધી ર૦ હજાર ૭૦૮ ખેડૂતોની ઑનલાઇન ડેટાએન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવતા મંત્રી શ્રી પાટકરે હજી પણ જા કોઇ ખેડૂતો આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી ગયા હોય, તો તેમની ડેટાએન્ટ્રી વેળાસર નજીકની પંચાયતોમાં જઇને કરાવી શકે છે તેમ જણાવ્યું હતુ.રાજ્ય સરકારે ખેડૂતો માટે જારી કરેલી વીજ બીલ માફીની યોજનાને પણ આ યોજના સાથે સાંકળીને ખેડૂતોને લાભાન્વિત કરાશે તેમ પણ મંત્રી શ્રી પાટકરે વધુમાં ઉમયુ* હતું.
તા.૯મી ફેબ્રુઆરી, ૨૦૧૯થી જિલ્લામાં થયેલી ખેડૂતોની નોધણીની કામગીરીની રૂપરેખા આપતા પ્રાસંગિક વક્તવ્યમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ છેલ્લા ૧પ દિવસ જેટલા ટૂંકાગાળામાં આ યોજનાના લાભાર્થી પરિવારોની વ્યાખ્યા તથા પાત્રતા જેવી બાબતો ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમની સાથે સાથે વડાપ્રધાનશ્રીના મનકી બાત કાર્યક્રમનું પણ અહીં જીવંત પ્રસારણ કરાયુ હતું. સાથે સાથે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY