બોંબ વિસ્ફોટ બાદ શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ ઇમર્જન્સી લાદી, મૃતકઆંક ૨૯૦ પહોંચ્યો

0
22

કોલંબોના બસ સ્ટોપ પરથી મળ્યા ૮૭ ડેટોનેટર,મરનારાઓમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ
પોલીસે અત્યાર સુધી ૨૪ લોકોની ધરપકડ કરી,ગ્રાન્ડ હોટેલમાં વિસ્ફોટ કર્યો એ અગાઉ આત્મઘાતી બોંબર બ્રેકફાસ્ટ બુફેની લાઇનમાં ઉભો હતો
કોલંબો,તા.૨૨
શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં મૃતકઆંક ૨૯૦એ પહોંચ્યો છે જ્યારે ઘાયલોની સંખ્યા ૫૦૦ને પાર પહોંચી છે. આ વિસ્ફોટ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ સોમવારે મધ્યરાત્રીથી પુરા દેશમાં ઇમર્જન્સી લાગૂ કરી છે. આ ઉપરાંત શ્રીલંકા પોલીસને કોલંબોના મુખ્ય બસ સ્ટેન્ડ પરથી ૮૭ બોંબ ડેટોનેટર્સ મળ્યા છે. સીરિયલ બ્લાસ્ટની તપાસ કરી રહેલી શ્રીલંકાની પોલીસ અત્યાર સુધીમાં ૨૪ લોકોની ધરપકડ કરી ચૂકી છે. દરમિયાન સોમવાર સવારે કોલંબો એરપોર્ટ નજીકથી વધુ એક બોંબ મળી આવ્યો છે. બોંબ સ્ક્વોડે બોંબને ડિફ્યુઝ કરી દીધો હતો.
હુમલામાં પાંચ ભારતીયોના પણ મોત થયા હતા. હુમલા બાદ અફવાઓથી બચવા માટે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સવારે છ વાગ્યે કરફ્યુ હટાવી લેવાયો છે. ગૃહયુદ્ધ પછીના ૧૦ વર્ષથી શાંતિથી રહેતા આ દેશમાં રવિવારે થયેલા વિસ્ફોટને કારણ ફરીથી અશાંતિ સર્જાઈ છે. મોટાભાગના બ્લાસ્ટ રાજધાની કોલંબોમાં થયા હતા. આ હુમલાની જવાબદારી કોઇ જૂથે સ્વીકારી નથી, પરંતુ એમ મનાય છે કે સીરિયાના શરણાર્થીઓએ આ વિસ્ફોટો કરીને ફરી એક વાર વિશ્વ શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે.
શ્રીલંકાની સિનેમોન ગ્રાન્ડ હોટેલમાં વિસ્ફોટ કર્યો એ અગાઉ આત્મઘાતી બોંબર બ્રેકફાસ્ટ બુફેની કતારમાં ઉભો હતો. તેને બ્રેકફાસ્ટ પીરસવામાં આવે તેની થોડી જ ક્ષણો અગાઉ આ બોંબરે પોતાના શરીરે વિસ્ફોટકો દ્વારા વિસ્ફોટ કર્યો હતો. તેણે રેસ્ટોરાંમાં હાજર ઘણાની જિંદગી હણી લીધી હતી. આ હુમલાખોરે હોટેલમાં નોંધણી કરાવતી વખતે મોહમ્મદ આઝમ મોહમ્મદ નામ લખાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY