લંડન,તા.૨૧
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુકે માટે જાસૂસી કરનાર ભારતીય મૂળના નૂર ઇનાયત ખાનને યુકેની ૫૦ પાઉન્ડ નવી નોટ પર સ્થાન મળે તેવી શક્્યતા છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ તરફથી નવી જાહેર કરવામાં આવનાર પોલીમર નોટ માટે સાંસદો તરફથી જે નામોની ઓનલાઇન પિટિશન દાખલ કરવામાં આવી છે તેમાં નૂર ઇનાયત ખાનનું નામ પણ સામેલ છે.
આ માટે બેંક થોડા સમયમાં જાહેર જનતા પાસેથી નામ મંગાવશે. પરંતુ આ માટે અગાઉથી જ કેમ્પેઇન શરૂ થઈ ગયું છે. નિયમ પ્રમાણે ક્વિન એલિઝાબેથ સિવાય કોઈ હયાત વ્યક્તિની તસવીર નોટ પર છાપી શકાતી નથી.
નોટ માટે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગરેટ થેચર, ક્લેમેન્ટ એટલી, વૈજ્ઞાનિક સ્ટિફ હોકિંગ્સ અને નૂર ઇનાયત ખાનનો સમાવેશ થાય છે.
નૂર ઇનાયત ખાને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસમાં સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યૂટીવ (એસઓઈ) તરીકે કામ કર્યું હતું. જર્મનીએ તેમની ધરપકડ કરીને તેમને મોતની સજા આપી હતી.
યુકેના સાંસદ તેમજ મંત્રી તારિક અહેમદે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે, “નૂર ઇનાયત ખાન, કે જેમણે જર્મની સામે લડીને આપણા દેશની મદદ કરી હતી. બ્રિટિશ મુસ્લિમ મહિલાને ૫૦ પાઉન્ડની નવી નોટ માટે સમર્થન કરીને હું ગૌરવની લાગણી અનુભવું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



