ન્યુ દિલ્હી,
તા.૧૧/૪/૨૦૧૮
વડાપ્રધાન છત્તીસગઢના બીજાપુરથી આ યોજના લોન્ચ કરે તેવી શક્યતા
એક બાજુ દલિતો લઈને ભાજપ અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે અને દેશના અલગ અલગ ભાગોમાં બંધારણના નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે તો બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત આંબેડકરના નામે સકારાત્મક માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૪ એપ્રિલે ડો. આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બીજાપુરથી વિશ્વની સૌથી મોટી હેલ્થ વીમા યોજના આયુષ્યમાન ભારત મિશન એટલે કે નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન લોન્ચ કરશે.
આ યોજનાથી દેશના ૧૦ કરોડ પરિવારોને રૂ. પાંચ લાખ કરતાં વધુ રકમનું વીમા કવચ આપવામાં આવશે. આ યોજનાથી કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને લાભ થશે. આ યોજનાનો લાભ ગરીબો અને વંચિતોને મળશે એવા દાવા કરવામાં આવી રહ્યા છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ સામાજિક-આર્થિક-જાતિ વસ્તી ગણતરીના આંકડાઓ પર આધારિત હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની દૃષ્ટએ આ યોજના અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ યોજનાને યુપીએની મનરેગા જેવી યોજના તરીકે જાવામાં આવે છે.
૨ એપ્રિલે એસસી/એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા ભારત બંધને કારણે શાસક પક્ષને થયેલ નુકસાન માટે હવે આંબેડકર જયંતીની ઉજવણી દ્વારા ડેમેજ કન્ટ્રોલ એક્સર્સાઈઝ કરવામાં આવી રહી છે.
આરએસએસ સાથે સંકળાયેલાં સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આગામી ૧૪ એપ્રિલે આંબેડકર જયંતી મનાવવાની જારશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








