લખનઉ,તા.૨૦
લોકસભાની ચૂંટણી પહેલાં મહાગઠબંધન બને તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યાં છે. નાયડુ અને મમતા આ માટે શકીય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. મોદીને રોકવા માટે મહાગઠબંધનની જરૂરિયાત વચ્ચે આજે સપાએ કોંગ્રેસથી અલગ થવાનું મન બનાવી લીધું છે. સપાના અખિલેશ યાદવે કોંગ્રેસને ધમંડી પાર્ટી હોવાનું બિરુદ આપ્યું છે. સપાએ ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
અખિલેશ યાદવે જણાવ્યું છે કે, કોંગ્રેસના આ વર્તનથી અમને એ અહેસાસ થયો છે કે તેમની પાર્ટી અમારા કરતાં મોટી છે. જેને પગલે અમને અમારી પાર્ટી સાથે જાડાવવાનો મોકો મળી રહેશે. જે થયું એ સારા માટે થયું છે. કોંગ્રેસ પર આરોપ લગાવતાં અખિલેશ યાદવે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેઓને લાગે છે ત્રીજા મોરચાની દેશને જરૂર નથી.
આ ચૂંટણીઓમાં મેદાનમાં ઉતરવા માટે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સ્થાનિક પક્ષો પણ કમર કસી રહ્યાં છે. આમ તો આમાંના મોટા ભાગના રાજ્યોમાં ભાજપ સામે કોંગ્રેસની સીધી ટક્કરની ધારણા હતી પરંતુ હવે બહુજન સમાજ પાર્ટીના માયાવતીએ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. માયાવતીએ છત્તીસગઢમાં અજિત જાગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષોએ જાહેરાત કરી છે કે છત્તીસગઢની કુલ ૯૦ વિધાનસભા બેઠકોમાંથી જનતા કોંગ્રેસ ૫૫ બેઠકો ઉપર અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી ૩૫ બેઠકો ઉપર ચૂંટણી લડશે. સપા અને બસપા સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં ફચકો પડશે એ નક્કી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



