ભોપાલ,તા.૬
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત ભલે થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓ વચનોની લહાણી કરી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે મતદારોને આકર્ષવા માટે દરેક ગ્રામ પંચાયતમાં ગૌશાળા બનાવવાની જાહેરાત કરી દીધી છે. આમ, મધ્યપ્રદેશની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ‘ગૌરક્ષાની ગુગલી’ ફેંકીને ભાજપ ઘેરવાની કોશિશ આરંભી દીધી છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે ટ્વીટ કરીને કહ્યું કે, રાજ્યની દરેક પંચાયતમાં ગોશાળા બનાવીશું. આ જાહેરાત નથી, વચન છે. કોંગ્રેસ કથિત ગૌરક્ષાના નામ પર થયેલી હિંસા અને વિવાદો અંગે સતત ભાજપ પર નિશાન તાકતી રહી છે. હવે કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે અમે સરકારમાં આવીશું તો ગૌશાળા બનાવીશું.
અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, કમલનાથે ભાજપ પર ગૌમાતાના નામે મોટી-મોટી વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. હજારો ગૌમાતા મરી રહી છે પરંતુ ભાજપ સરકારને એની ચિંતા નથી. ભાજપ ગૌમાતાના નામે ફક્ત રાજનીતિ કરી રહ્યું છે. અમે ગૌમાતાને તડપતા દેખી શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર ગૌરક્ષાને લઈને મહત્વના નિર્ણય લઈ ચૂકી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




