કોંગ્રેસની આક્રમક યોજનાથી સરકાર મુશ્કેલીમાં
અમદાવાદ,તા.૧૭
ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે ત્યારે આ સત્ર ખુબ જ તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સરકાર બે દિવસના ગાળા દરમિયાન વિકાસલક્ષી કામગીરીના બિલ પસાર કરવાની યોજના બનાવી ચુકી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી ખેડૂત સહિતના જુદા જુદા મુદ્દાઓને લઇને સરકારને ભીંસમાં લેવા માટે તૈયાર છે. સત્ર સમરાંગણ બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘેરાવથી સરકારને ઘેરવાના પ્રયાસ પણ કરવામાં આવશે. કોંગ્રેસ અને સરકાર આમને સામને રહે તેવી શક્યતા છે. સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત પણ કોંગ્રેસે કરી છે. આવી સ્થિતિમાં સત્ર ખુબ ઉપયોગી બની શકે છે. કોંગ્રેસના આક્રમક વલણને રોકવા માટે ભાજપ સરકારે પણ તૈયારી કરી છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા, બેરોજગારી અને ખેડૂત સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ પાર્ટી સજ્જ છે. વિરોધને ખાળવા રૂપાણી સરકારે કેટલાક બોલકા મંત્રીઓની ટીમ બનાવી આ બે દિવસના ટૂંકા સત્ર દરમિયાન સરકાર પોતાની વિકાસલક્ષી કામગીરીના વિધેયકો પસાર કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે વિપક્ષના આક્રમક વલણ સામે ટકી રહેવા માટે તથા વિરોધ પક્ષના આરોપોને ખાળવા માટે રૂપાણી સરકારે પણ કેટલાક બોલકા મંત્રીઓ અને ધારાસભ્યોની ટીમ બનાવી છે. ખેડૂતો, પાણી, અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકારને ગૃહમાં ઘેરશે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ આવતીકાલથી બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, આ સત્ર દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે વ્યૂહરચન ઘડવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતો, પાણી, બેરોજગારી, મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકાર સામે ગંભીર આક્ષેપબાજીઓ અને સરકારને ભીંસમાં મુકવા પ્રયાસો કરવામાં આવશે. જેમાં વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકાર પર તડાપીટ બોલાવવામાં આવશે. તો બીજી તરફ વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે, પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને ખાળવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે. વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્ર દરમિયાન ગૃહમાં થનારી કામગીરી અંગેની ચર્ચા કરવા માટે કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં નક્કી થયા મુજબ, ૧૮-૧૯ એમ બે દિવસ માટે વિધાનસભા સત્ર ભારે તોફાની બની રહેશે. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક અગત્યના બિલો રજૂ કરી તે અંગે ચર્ચા કરવામાં આવશે. બે દિવસની કામગીરીના એજન્ડા પ્રમાણે પ્રથમ દિવસ એટલે કે ૧૮મીએ શોક દર્શક પ્રસ્તાવ રજૂ થશે અને ત્યાર બાદ ૧૯મીના રોજ બે બેઠક મળશે. જેમાં વિવિધ મંત્રીઓ દ્વારા અગત્યના વિધેયક રજૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર આજથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



