ચોકીદાર નહી ભાગીદારના બેનરો સાથે રાફેલ મુદ્દે કોંગ્રેસે ધરણા યોજ્યા

0
6

રાજકોટ,તા.૨૭
રાફેલ ડીલને લઈને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રીને ઘેરવામાં આવી રહ્યા છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ મામલે પીએમ મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે શહેરના ત્રિકોણબાગ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ‘ચોકીદાર નહી ભાગીદાર’ના બેનરો સાથે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચાર પણ કર્યા હતા. તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર પુર્વ મેયર અશોક ડાંગર પણ આ ઘરણામાં જાડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં અવારનવાર જુથબંધી જાવા મળતી હોય છે. ત્યારે આજે વધુ એકવાર કોંગ્રેસની જુથબંધી સામે આવી હતી. અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, ઇસ્ઝ્ર વિપક્ષનેતા વશરામ સાગઠિયા સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ ગેરહાજર રહેતા અનેક ચર્ચાઓ ચાલી હતી અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી ઉપર આવ્યો હતો. જા કે આ સમગ્ર કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY