અમદાવાદ,તા.૨૭
અમદાવાદના નામચીન બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ૧૦ વ્યાજખોરોના વારંવાર આપેલા ત્રાસથી કંટાળીને બિલ્ડરે નિકોલ ખાતે પોતાની કારમાં જ ઝેરી દવા ગટગટાવી હતી, હાલ બિલ્ડર સારવાર હેઠળ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોપીનાથ ગ્રુપ ઓફ કંપનીના બિલ્ડર મુકુંદ પટેલે વ્યાજખોરોના દબાણથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોર મનન કાબરીયા, ભુપત સાંગની, અમન બાલાણી, ઈશ્વર દેસાઈ, પ્રિતેશ નવસારી સહિત ૧૦ લોકો વ્યાજના રૂપિયા માટે વાંરવાર દબાણ કરતા હતા. જેથી કંટાલીને મુકુંદ પટેલે નિકોલ ખાતે પોતાની કારમાં જ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. નિકોલ પોલીસે ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



