બિલ્ડર શૈલેષ ભટ્ટ ફિક્સમાં: 12 કરોડના બીટકોઈન ક્યાંથી આવ્યા? થઈ શકે છે ધડાકો

0
122

બીટકોઈનની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ભોગ બનાનાર બીલ્ડર શૈલેષ ભટ્ટને ધમકાવી અને ડરાવી સીબીઆઈ અને અમરેલી પોલીસે પૈસા અને બીટકોઈન પડાવ્યા છે કે નહીં તેની તપાસ કરવાને બદલે શૈલેષ ભટ્ટ કયાંથી બીટકોઈન અને કરોડો રૂપિયા લાવ્યા છે તેની તપાસ શરૂ કરી છે, ગૃહ વિભાગ સામે થયેલી એક રજુઆત પ્રમાણે સીઆઈડી ક્રાઈમ પોલીસ અધિકારીઓને બચાવવા માટે હવે ફરિયાદીને જ આરોપી બનાવવાની કાર્યવાહી કરી હોવાની આશંકા વ્યકત કરી છે.

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે જેમની સામે સૌથી પહેલા આરોપ થયો તેવા અમરેલીના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલનું પણ નિવેદન નોંધ્યુ છે, જેમાં અનંત પટેલનો દાવો છે કે તેમની પાસે ધવલ નામની એક વ્યકિતની અરજી આવી હતી તેની તપાસના કામે તેઓ ગાંધીનગર આવ્યા હતા, પણ તેમણે શૈલેષ ભટ્ટનું નિવેદન નોંધી તેમને જવા દીધા હતા, પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે કે ઈન્સપેકટર અનંત પટેલે નિવેદન નોધાવ્યુ તે દિવસથી તે પોતાની ફરજના સ્થળે હાજર થયા નથી, તેઓ બીમારીની રજા ઉપર ઉતરી ગયા છે, જો કે અમરેલી એસપી દ્વારા તપાસ પણ કરવામાં આવતી નથી કે તેમના ઈન્સપેકટરને કઈ ગંભીર બીમારી લાગુ પડી છે કે તે આટલી લાંબી બીમારી રજા ઉપર જતા રહ્યા છે.

હવે સીઆઈડી ક્રાઈમની તપાસ સામે જે આંગળી ચીંધાઈ રહી છે તેમાં આ કેસની ફરિયાદ આપનાર શૈલેષ ભટ્ટની આર્થિક સધ્ધરતા અંગે સીઆઈડી તપાસ કરી રહી છે, શૈલેષ ભટ્ટના મેનેજર હિતેશની પુછપરછમાં કરી છે, શૈલેષ ભટ્ટની આવકના સ્ત્રોત, કયાંથી પૈસા આવ્યા હતા, કોને ચુકવવામાં આવી રહ્યા થે, હિતેશ દ્વારા શૈલેષ ભટ્ટ સામે થયેલી રજુઆત પ્રમાણે સીઆઈડી પાસે એવી જાણકારી  છે કે ધવલ નામની કોઈ વ્યકિતને શૈલેષ ભટ્ટ ઉપાડી ગયા હતા, અને તેની પાસેથી શૈલેષ ભટ્ટે 14 કરોડ રૂપિયા અને 200 બીટકોઈન વસુલ કર્યા હતા, જયારે શૈલેષ ભટ્ટનો દાવો છે કે તેમના અને ધવલ વચ્ચે થયેલો  વ્યવહાર વ્યકિતગત બાબત છે, આ બાબત અંગે ધવલે કોઈ ફરિયાદ કરી નથી, પરંતુ અમરેલી પોલીસે આ મામલો બહાર આવ્યા બાદ અમરેલીના બાબરાની એખ વ્યકિતની અરજી પાછળથી ઉભી કરેલી છે.

ગૃહ વિભાગ સામે થયેલી રજુઆત પ્રમાણે શૈલેષ ભટ્ટે 200 બીટકોઈન અને 14 કરોડ કયાંથી મેળવ્યા તે અલગ મુદ્દો છે, સીઆઈડી સામે જે ફરિયાદ છે તે પ્રમાણે અમરેલીના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલે 12 કરોડના બીટકોઈન અને 78 લાખ રોકડા લીધા છે કે નહીં તેની તપાસ કરવાની છે. પરંતુ સીઆઈડી તે તપાસ કરવાને બદલે શૈલેષને અપહરણ અને ખંડણીના કેસમાં આરોપી બનાવી, પોલીસ અધિકારીઓને બચાવી લેવા માગે છે. અત્રે ઉલ્લેખનિય છે અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વિધાનસભા અધ્યક્ષે બીટકોઈનના મામલે નોટીસ આપી આ પ્રશ્ન વિધાનસભા ગૃહમાં રજુ કરવાની મંજુરી પણ માંગી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY