કીર્તિદાનના ‘વાગે ભડાકા…’ ગીત પર ફાયરિંગ કરનાર 6 સામે ફરિયાદ દાખલ, જુઓ વીડિયો

0
149

ફરીએકવાર લોકગાયક કીર્તિદાન ગઢવી ચર્ચામાં છે. કીર્તિદાન ગઢવીના ડાયરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો છે, જેમાં કીર્તિદાન ગીત ગાઈ રહ્યા છે, ત્યારે જ અમુક લોકો હવામાં કેટલાય રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યા છે. આ વીડિયો જૂનાગઢમાં એક લગ્નનો છે. લગ્ન પહેલા ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો રૂપિયાની નોટ પણ ઉડાડવામાં આવી હતી. આ બધા વચ્ચે 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ લગ્નનો કાર્યક્રમ જૂનાગઢ પાસે ખલિલપુર રોડ પર પાર્ટી પ્લોટમાં આયોજિત કરવામાં આવ્યું હતું. લગ્ન પહેલા આયોજિત આ વીડિયો 15-20 દિવસ જૂનો હોય તેવું કહેવાય છે. આ ઘટના સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને તેમણે તપાસ આદરીને 6 વ્યક્તિઓ સામે ફરિયાદ પણ દાખલ કરી હતી. રિપોર્ટ મુજબ જૂનાગઢના જોષીપરામાં રહેતા જસકુ કાઠીને ત્યાં લગ્ન હતા, જેમાં ખલીલપુર ચોકડી પાસે રામવાડીમાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કીર્તિદાને ‘વાગે ભડાકા ભારી રે’ ગીત ગાયું ત્યારે ડાયરામાં આવેલા લોકોએ તાનમાં આવીને બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ લગ્ન સમારોહમાં ફાયરિંગ થયું હોય, આ પહેલા પણ આવી ખબરો આવી હતી, જ્યારે કોઈનું મોત પણ થયું હતું અને કોઈ ઈજાગ્રસ્ત પણ થયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY