તિલકવાડાના રસુલપુરા માારામારી માં હેલ્પલાઇન ની ટીમે દરમિયાાનગીરી કરતા સુખદ સમાધાન

0
29

ફરિયાદી મહિલા ને જેઠના દીકરાઓએ માર મારી ઇજા કરતા હેલ્પલાઈને બંને પક્ષ ને કાયદકીય માહિતી આપી ગામના સભ્યની હાજરીમાં લખાણ લઈ સમાધાન કરાવ્યું 

રાજપીપળા:
નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના રસુલપુરા ગામની લાજવંતીબેન ( નામ બદલ્યું છે ) એ ગતરોજ રાજપીપળા ની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ને ફોન કરી એમના જેઠના છોકરાઓ એ એમને માર્યા હોવાનું જણાવી મદદ માંગતા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને પોલીસ કોન્સ્ટેબલ રીનાબેન ત્યાં પહોંચ્યા પુછતાછ કરતા જાણવા મળ્યું કે લાજવંતીબેનના ખેતર ની જગ્યાએ થી ટ્રેક્ટર લઈને પસાર થયા હતા જેમાં એમના ખેતર માં નુકસાન થતા અમને કેહવા જતા એ લોકો ઉશ્કેરાઈ ગયા બાદમાં બંને પક્ષે બોલાચાલી થતા લાજવંતીબેન ના દીકરા અને વહુઓ લાજવંતીબેન સાથે એમની મારામારી પણ થઈ હતી જેમાં લાજવંતીબેનને ઇજા થઈ હતી ત્યારે હેલ્પલાઇનની ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી ગામના સભ્ય ની હાજરીમાં સમાધાન કરાવી સામ પક્ષ પાસે લેખિત બાંહેધરી લઈ લાજવંતીબેન ને મારામારી દરમિયાન થયેલ ઇજા તેનો ખર્ચ આપવા સમજાવી બંને પક્ષે પોતાની ભૂલો સ્વીકારતા આખરે સમાધાન કરાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY