મહારાષ્ટ્ર આકોલાની છોકરીઓ સાથે લગ્ન કરાવી રૂપિયા પડાવી બીજા જ દિવસે ફરાર થતી દુલ્હનોની ગેંગ નો પર્દાફાશ

0
163

અમદાવાદના લાંભા પાસે આવેલ ઇંદિરા નગરમા રહેતી હતી આ ડુપ્લીકેટ દુલ્હનો

અમદાવાદ:

કૌભાંડ જાણવા મળેલ છે જે અંગે વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે. અમદાવાદ મા લગ્ન કરવાના બહાને કુવારા છોકરાઓને લૂંટતી ગેંગ અમરાઇવાડી પોલીસે ઝડપી પાડી છે.વધુ વિગત અનુસાર અમરાઇવાડી વિસ્તારમા રહેતા દિલિપ ભાઇ રમેશભાઇ પરમાર ના લગ્ન થતા ન હતા આજથી ચાર મહિના પહેલા દિલિપભાઇ ના પિતા ના મિત્ર ભોગીલાલ પરમારનાઓ એ કમિશન લઇ મારા લગ્ન કરાવવાની જવાબદારી લીધેલ અને દિલિપભાઇને લાંભા મા આવેલ ઇંદિરાનગર મા લઇ ગયેલ જ્યા શિતલબેન હાજર હતા અને તેમણે ત્રણ છોકરીઓ બતાવેલ જેમાથી સુનિતા( રહે આકોલા(મહારાષ્ટ્ર) નામની છોકરી સાથે વાતચીત કર્યા બાદ અમારી મરજીથી  લગ્ન થયા બાદ રૂ.105000 (અંકે એકલાખ પાંચ હજાર) લગ્ન થયા બાદ આપવાની મંજુરી આપી.તા.12/11/2017 નારોજ અંબાજીમાતા ના મંદિર રીતીરિવાજ મુજબ કર્યા અમારા લગ્ન મા શિતલબેન તથા કાંતાબેન હાજર હતા ત્યાર બાદ નક્કિ કર્યા મુજબ દિલિપભાઇએ ભોગીલાલ ને રૂ.105000 રોકડા આપેલ જે પૈસા ભોગીલાલે શિતલબેનના હાથમા આપેલ અને શિતલબેને ભોગીલાલ અને કાંતા બેનને કમિશન આપેલ ત્યાર બાદ તે લોકો સુનિતાને દિલિપભાઇ ના ઘરે મુકીને જતા રહ્યા હતા સુનિતા અને દિલિપભાઇ નીચેના માળે સુઇ ગયા હતા બીજા દિવસે સવારે સાત વાગે દિલિપભાઇ એ જોયુ તો સુનિતા હતી નહી .તેમણે આખા ઘરમા સુનિતાની શોધખોળ કરી આજુબાજુ પૂછપરછ કર્યા બાદ ન મળતા ઘર છોડી ભાગી ગયેલ ની જાણ થતા ભોગીલાલ ને ફોન કરેલ પરંતુ તેઓ ફોન ઉપાડતા નહી ત્યાર બાદ વારંવાર  ફોન કરતા અને ઉઠાવે તો ગોળ ગોળ જવાબ આપતા અમરાઇવાડી પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવેલ છે.અમરાઇવાડી પોલીસ દ્ધારા તપાસમા આ ટોળકીઓ આવા ઘણા કુવારા છોકરાઓને વિશ્વાસમા લઇ તેમની સાથે લગ્ન કરી રૂપિયા પડાવી ભાગી જતી  હોવાનુ કૌભાંડ જાણવા મળેલ છે જે અંગે વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે. વધુ તપાસ અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પી.આ.ઇ.ની સુચના મુજબ પી.એસ.આઇ રાવ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
અમરાઇવાડી પોલીસે ઇ.પી.કો.કલમ 406,420,114 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY