વ્યાજે ધીરેલા રૂ.૧૮ લાખ પરત નહીં કરાતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ

0
10

વ્યાજના રૂપિયાની લેતી-દેતી અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ સક્રિય બની
સુરત, તા.૧૯
ઈન્ટરનેટ વેબસાઈટના વ્યવસાયી સાથે સંકળાયેલાએ વ્યાજે આપેલા રૂ.૧૮ લાખ પરત નહીં કરનાર સામે ડીસીબી પોલીસે ફરિયાદ નોંધી હતી. હવે ગંભીર ગુનાની તપાસ સાથે વ્યાજખોરીની બબાલમાં પણ ડીસીબી પોલીસ ફરિયાદ નોંધી તપાસ કરશે.
ડીસીબી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીટીલાઈટ પુષ્પદર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં રવિન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ આરોપી અનિલ દિનકરભાઈ શેટ્ટી, એકલવ્ય અનિલ શેટ્ટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ આરોપી પિતા પુત્રને ટુકડે ટુકડે વ્યાજે રૂ.૧૮ લાખ આપ્યા હતા. શરૂઆતમાં છ મહિના સુધી આરોપીઅોએ વ્યાજ ચૂકવ્યા બાદ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને રૂ.૧૮ લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. બનાવ અંગે ડીસીબી પીઆઈ એ.કે. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY