પાકિસ્તાન આર્થિક સંકટમાં?,અગાઉની સરકારે દેશને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મૂક્યુ

0
169

 

નાણાંમંત્રી પદના દાવેદાર અસર ઉમર બોલ્યા
ઈસ્લામાબાદ,તા.૬
પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને જો તેને છ સપ્તાહની અંદર ૧૨ અબજ ડોલરની લોન ના મળી તો તેની મુશ્કેલીઓ અનેક ઘણી વધી શકે છે. આ વાત બીજા કોઈએ નહીં પરંતુ ઈમરાન ખાનની રચાનારી કેબિનેટમાં નાણાં મંત્રીના દાવેદાર અસર ઉમરે જ કહી છે. તેમણે એ પણ કહ્યું છે અગાઉની સરકારે દેશને ગંભીર આર્થિક સંકટમાં મુક્યું છે.
પાકિસ્તાનની અગ્રણી એગ્રી કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રમુખ ઉમર અસદે કહ્યું હતું કે, દેશમાં ૧૦ થી ૧૨ અરબ ડોલરની ગંભીર આર્થિક અછત સર્જાઈ છે. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ઉમરે જણાવ્યું હતું કે, એટલુ જ નહીં, દેશ એકદમ ધાર પર આવીને ઉભો છે. આ સ્થિતિને સંભાળવા માટે નવી સરકારને કેટલીક વધારાની રકમની પણ જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને આગામી છ સપ્તાહમાં જ અનેક નિર્ણયો લેવા પડશે. જેટલું મોડું થશે પરિસ્થિતિ તેટલી જ વિકટ બનતી જશે. પાકિસ્તાન મદદ માટે આઈએમએફ તેમજ તેના મિત્ર રાષ્ટ્રો સાથે વાતચીત કરશે. આ ઉપરાત ડાયસ્પોરા બોન્ડ પણ બહાર પાડશે.
એક તરફ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની તૈયારીઓ કરી રહ્યાં છે, પરંતુ બીજી બાજુ મોં ફાડીને ઉભેલી આર્થિક બદહાલી તેમના માટે સૌથી મોટો પડકાર સાબિત થશે. અનેક રોકાણકારો અને જાણકારોને લાગી રહ્યું છે કે, જો ચીન અને આઈએમએફએ રાહત પેકેજ ના આપ્યું તો પાકિસ્તાનને ટકવું મુશ્કેલ છે.
અસદે જનતાને પણ વાયદો કર્યો છે કે, ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ ચીને પાકિસ્તાન સાથે થનારી સમજુતિઓ સાર્વજનિક કરવામાં આવશે. ચીનના વન બેલ્ટ વન રોડમાં પાકિસ્તાનને મળનારી લોનની શરતોને લઈને ગત સરકારની ખુબ જ ટીકા થઈ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY