અ.પ્રદેશની સિયાંગ નદીમાં વિચિત્ર લહેરો જોવા મળી : ચીનના ષડ્યંત્રની આશંકા

0
54

ઈટાનગર,તા.૨૪
અરૂણાચલ પ્રદેશની સિયાંગ નદી ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગત વર્ષે સિયાંગ નદીનું પાણી કાળુ પડી ગયું હોવાથી લોકો આશંકિત હતા. જ્યારે કે હવે સિયાંગ નદીમાં છેલ્લા બે સપ્તાહથી વિચિત્ર લહેરો જાવા મળી રહી છે. ત્યારે ફરીવાર સ્થાનિકોમાં ચીનના ષડયંત્રને લઇને આશંકા ઉત્પન્ન થઇ છે.
અરૂણાચલ પ્રદેશની સિયાંગ નદીમાં ઉઠી રહેલી રહસ્યમયી લહેરો લોકોને ડરાવી રહી છે. તિબેટથી ભારતમાં પ્રવેશ કરનારી સિયાંગ નદીમાં છેલ્લા બે સપ્તાહથી અલગ અલગ સ્થળોએ બે મીટર સુધી ઉંચી લહેરો ઉઠી રહી છે. જે હેરાન કરનારી છે. સ્થાનિક લોકોને તેમાં ચીનનું ષડયંત્ર જણાઇ રÌšં છે.
પૂર્વ સિયાંગ જિલ્લાલના તંત્રએ આ લહેરો બાદ એડવાઇઝરી બહાર પાડી છે. અને નદી કિનારે વસતા લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. પૂર્વ સિયાંગ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે એડવાઝરી બહાર પાડીને કÌšં કે છેલ્લા બે સપ્તાહથી જાવા મળ્યું છે કે સિયાંગ નદીમાં આશ્ચર્યજનક લહેરો ઉઠી રહી છે. બે મીટર સુધી આ લહેરો સામાન્ય નથી. જા કે પાસીઘાટ ડિવિઝનના પાણી પુરવઠા વિભાગ મુજબ લોકોએ ગભરાવવાની જરૂર નથી. કારણ કે નદીનું લેવલ ભયજનક સપાટી કરતા નીચે છે. એડવાઇઝરીમાં લોકોને સિયાંગ નદીની આસપાસ માછલી પકડવા અથવા નહાવા માટે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
જિલ્લાના એક અધિકારીએ કÌšં કે નદીના પાણી રંગ ગત વર્ષે ઓક્ટોબરથી આછા કાળા રંગનો છે. અને નદીમાં ઉઠી રહેલી લહેરો વિચિત્ર છે. સિયાંગ નદી તિબેટથી આવે છે. એટલા માટે તંત્ર લહેરો પાછળના કારણોને જાણી શકતુ નથી. સ્થાનિક તંત્રએ આ માટે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે તેઓ આ અંગે કેન્દ્ર સરકારને જાણકારી આપે. સ્થાનિકોનું કહેવું છે કે નદીમાં આવી રહેલા ફેરફારની તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવે. જે સરહદ પાર કરીને યોગ્ય જાણકારી મેળવે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY