ગાંધીનગર,તા.૧૮
વિધાનસભાનુ સત્ર શરુ થતા પહેલા રાજધાની ગાંધીનગરમાં ખેડુતોના દેવા માફીના મુદ્દે સરકારને ભીંસમાં લેવાના કોંગ્રેસના નિષ્ફળ પ્રયત્ન બાદ હવે બુધવારે કોંગ્રેસ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે.
પ્લાન એ નિષ્ફળ થયા બાદ કોંગ્રેસ બુધવારથી પ્લાન બીને અમલમાં મુકશે. વિધાનસભા સત્રના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યો સાઇકલ રેલી યોજી વિરોધ કરશે.
કોંગ્રેસના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટરથી વિધાનસભા સુધી સાઇકલ ચલાવી વિરોધ દર્શાવશે. કોંગ્રેસ આ બે દિવસના સત્રમાં વિરોધ માટે કોઇ કચાસ છોડવા માગતી નથી. આગામી લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યાં છે. આ સમયે કોંગ્રેસ પાસે આ છેલ્લો મોકો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



