બીજા સેન્સેક્સમાં ૨૯૫ અંકનો ઘટાડો નોંધાયો
મુંબઈ,તા.૧૮
સતત બીજા દિવસે શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયો છે. મંગળવારે સેન્સેક્સમાં ૨૯૪.૮૪ પોઈન્ટ તો નિફ્ટીમાં ૯૮.૮૫ પોઈન્ટનો કડાકો બોલ્યો છે. સેન્સેક્સ ૩૭,૨૯૦.૬૭ તો નિફ્ટી ૧૧,૨૭૮.૯૦ના સ્તરે બંધ થયો છે. દિવસ દરમિયાન સૌથી કમજોર શેરોમાં બેન્કોના શેરો, મેટલના શેરોમાં ઓટોના શેરોમાં મોટો કડાકો બોલ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ મિડ-કેપ ઇન્ડેક્સ ૧.૪૯ ટકા ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૧ ટકા ઘટ્યો હતો. નિફ્ટી મિડ-૧૦૦ ઇન્ડેક્સ ૧.૩૩ ટકા નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
બેન્કિંગ, ફાર્મા, ઓટો, મેટલ અને આઇટી શેરોમાં નિફ્ટીમાં ઘટાડો થયો છે. બેન્ક નિફ્ટીએ ૨૬૪૪૧ ની સપાટીએ ૩૭૮ પોઈન્ટ બંધ કર્યા. આ ઉપરાંત, નિફ્ટી ૦.૫૫ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૩૭ ટકા અને નિફ્ટી ઓટો ૧.૫૪ ટકા ઘટ્યા છે.
એચયુએલ, યસ બેન્ક, ઓએનજીસી, વિપ્રો, ડો. રેડ્ડી લેબ્સ, આઈટીસી વગેરે આજના માર્કેટમાં ટોચની વૃદ્ધિ પામ્યા હતા. એસબીઆઇ, ટાટા મોટર્સ, આઈડિયા, બજાજ ઓટો, એચપીસીએલ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
આ પહેલા શેર બજારમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં ૯.૬૪ અંક ગગડતા ૩૭,૫૭૫ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટીમાં ૫.૨૦અંક ગગડતા ૧૧,૩૭૨ પર ખુલી હતી.બેન્કોના શેર, બેન્ક નિફ્ટીમાં પણ કડાકો બોલ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




