કોંગ્રેસને બીજા મોટો ફટકો : દ.ગુજરાતના પાટીદાર નેતા ધીરુ ગજેરાએ છેડો ફાડ્યો

0
33

સુરત,તા.૨૦
કોંગ્રેસને બીજા મોટો ઝટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતના પાટીદાર નેતા ધિરુભાઈ ગજેરાએ કોગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટીદાર નેતા અને કોંગ્રેસના મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધિરુભાઈ ગજેરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું ધરી દીધુ છે. ધીરુભાઈ ગજેરાએ ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસમાં હજુ પણ કેટલાક રાજીનામા પડશે, ધીરુભાઈ ગજેરા સાથે તેમના કાર્યકરો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપશે તેવી શક્યતા છે.
ધિરુભાઈએ આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે, મારો પરિવાર કેટલાએ વર્ષોથી કોંગ્રેસ સાથે જાડાયેલો છે. પરંતુ હવે પ્રઝા કોંગ્રેસની સાથે નથી, જેથી હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યો છું. ધિરુભાઈ ગજેરા આટલે જ અટકિયા ન હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો જ કોંગ્રેસ સાથે નથી જેથી આ પક્ષમાં કામ ન કરી શકાય. મે કોંગ્રેસમાં રહી ચાર વખત ચૂંટણી લડી મને મત સારા મળ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY