ડભોઈમાં પરિવારના તમામ સભ્યોને હાથ પગમાં છથી વધુ આંગળીઓ

0
292

ડભોઈ,તા.૨૪
ડભોઈ તાલુકાનાં સાથોદ ગામે રહેતા ગરીબ પરીવારમાં છેલ્લી પાંચ પેઢીથી પરીવારનાં સભ્યો હાથે પગે છથી વધું આંગળીઓ સાથે જન્મતા હોઈ છે.
આ કુદરતીની લીલાને પરિવારનાં સભ્યો કુળદેવીની અસિમ કૃપા હોવાનું જણાવી રહ્યા છે. કુદરતની લીલા અપરંપાર હોઈ છે.તેમાંય સાથોદ ગામે વસતો આ પરિવાર મુળ તો માંકડખડા તા.નાંદોદ જિ.નર્મદાનાં રહેવાસી છે.
હાલ વિસ્થાપિત તરીકે તેઓ ડભોઈ તાલુકાનાં સાથોદ ગામે રહેતા આ પરીવારમાં છેલ્લી પાંચ પેઢીથી જન્મતાં પરિવારનાં સભ્યોને હાથે પગે છથી વધુ આંગળીઓ સાથે જન્મે છે.
સામાન્ય રીતે પાંચથી વધુ આંગળીઓ હોઈ તેને નસીબદાર કહેવાય છે આ પરિવારનાં કહેવાતા વડિલ ડોંગિયા વસાવાના પિતા કે તેના પરિવાર કે સંતાનનાં દિકરા દિકરી તમામને હાથે પગે છ આંગળીઓ જાવા મળે છે.
હાથની આંગળીઓ પાંચતી વધુ હોઈ તો મોટી તકલીફ પડતી નથી પરંતુ પગમાં પાંચથી વધુ આંગળીઓ હોઈ તો તેમને ચાલવામા કે પગરખાં પહેરવામાં તકલીફ થતી રહે છે.
તેમને પગરખાં સહેલાઈથી પહેરી શકાય એ માટે સ્લીપર પહેરવા પડે છે.તેમ છતાંય પરિવારનાં સભ્યો તેને માતાજીની કૃપા જણાવી રહ્યાં છે.આ પરીવારને સમાજમાં ખૂબ મહત્વ પણ આપવામાંઆવે છે.
આ કુદરતની લીલા છે અને પરિવાર તેને કુળદેવીનાં આશિર્વાદ વધું હોવાનું જણાવી રહ્યા છે.પગની અને હાથની પાંચ કે તેથી વધારે આંગળીઓથી કેટલીક વાર મુશ્કેલીમાં મુકાતા આજનાં યુગનાં સંતાનો કેટલીક વાર જાતે જ આંગળીઓ બ્લેડ કે ચપ્પાથી કાપી નાખતાં હોવાનું જણાવી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY