ડિફેન્સ ડીલઃ અમેરિકાએ કહ્યુ, ”અમને અથવા રશિયાને પસંદ કરો”

0
6

રશિયા પાસેથી હથિયારો ખરીદતા ભારત સામે અમેરિકાએ મુકી શરતો
વોશિંગ્ટન,તા.૨૯
અમેરિકા તેના એ કાયદા પર થોડું નરમ વલણ અખત્યાર કરતુ જણાય છે જેમાં રશિયા પાસેથી હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવવાની જાગવાઈ છે. અમેરિકા ભારત જ એવા દેશો માટે તેમાં છુટ આપવાની તૈયારી કરી રહ્યુ છે. જોકે સાથે જ વોશિંગ્ટન નવી દિલ્હી પર કેટલીક શરતો પણ લગાડી રÌšં છે.
જે અંતર્ગત ભારતને રશિયા પાસેથી ૫.૫ અબજ ડાલરના પ્રસ્તાવીત જી-૪૦૦ ટ્રાયંફ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમની ડીલને આગળ ન વધારવી. તેનો અર્થ સ્પષ્ટ છે કે, અમેરિકા ઈચ્છે છે કે, ભારત ડિફેંસ ડીલ માટે રશિયાને નહીં તેને પસંદ કરે.
બીજી બાજુ ભારત અને રશિયા વચ્ચે ૧૨ અબજ ડાલરના સંરક્ષણ પરિયોજનાઓ પર વાતચીત હજી પણ યથાવત છે. બંને દેશો યૂએસના નવા કાયદા એકાઉંટિંગ અમેરિકા એડ્‌વર્સેરી થ્રુ શેંગ્શન એક્ટ (ઝ્રછછ્‌જીછ)માંથી છટકબારી શોધવાનું રોડમેપની વાત કરી રહ્યુ છે. અમેરિકાના સંરક્ષન મંત્રી જિમ મૈટિસ પ અહેલા જ કહી ચુક્્યાં છે કે, ભારત જેવા દેશને ઝ્રછછ્‌જીછમાં છૂટ મળવીએ જાઈએ. ભારતના સુરક્ષા પ્રતિષ્ઠાન આ વાતને લઈને ખુબ જ નારાજ છે કેમ કે, ૬ એપ્રિલે રશિયાના ૩૯ સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમાં રશિયાની સરકારી હથિયાર કંપનીઓ પણ શામેલ છે, જેની સાથે ભારત સતત સંરક્ષણ સોદાઓ કરતું રહે છે. ઝ્રછછ્‌જીછ કાયદા અંતર્ગત આ પ્રતિબંધિત કંપનીઓ પાસેથી ખરીદી કરનારાઓ કોઈ પન ત્રીજી પાર્ટી પર પ્રતિબંધ લગાવી શકે છે.
ભારત રશિયા પાસેથી ૪૦૦૦૦ હજાર કરોડના ખર્ચે દુનિયાની સૌથી આધુનિક જી-૪૦૦ ટ્રાયંફ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ ખરીદવા જઈ રહ્યુ છે. થોડા સમય પહેલા જ મોદીની રશિયા મુલાકાત દરમિયાન આ ડિલ પર મંજૂરીની મ્હોર પણ વાગી ગઈ છે અને કિંમત પણ નક્કી થઈ ગઈ છે. હવે અમેરિકી પ્રશાસનમાં આ વાતને લઈને ચિંતા છે કે, રશિયા પાસેથી જી-૪૦૦ સિસ્ટમ ખરીદવાથી બંન્ને અમેરિકા સાથેના સંરક્ષણ સહયોગને ઝાટકો લાગી શકે છે. હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટીના ચેરમેન વિલિયમ મેકે કહ્યુ હતું કે, અમે ભારતને ખુબ જ મહત્વપૂર્ણ સહયોગી માનીએ છીએ.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY