૨૪ કલાકમાં રેલવે અકસ્માતમાં ૧૬નાં મૃત્યુ, ૧૧ જણને ઈજા

0
28

મુંબઈ,તા.૨૪
મુંબઈમાં ત્રણેય લાઈન પર જાવા મળેલા વિવિધ અકસ્માતમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૬ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અગિયાર જણને ઈજા પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ ઠેકાણે થયેલાં અકસ્માતમાં કુલ ૧૬ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૧ પ્રવાસીને ઈજા પહોંચી હતી. મૃતકમાં ૧૪ પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. મધ્ય રેલવેના થાણે ખાતે સૌથી એક જ દિવસમાં અકસ્માતમાં ત્રણ પ્રવાસીના મૃત્યુ થયા હતા. ઈજાગ્રસ્તમાં આઠ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.
૨૦૧૭માં આખા વર્ષ દરમિયાન રેલવે ટ્રેક પર કુલ ૩૦૧૪ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૩૩૪૫ પ્રવાસીને ઈજા પહોંચી હતી. જ્યારે જાન્યુઆરી, ૨૦૧૮થી જૂન, ૨૦૧૮ સુધી ૧,૩૪૮ પ્રવાસીનાં મૃત્યુ થયાં છે, જેમાંથી ૧૪૪ મહિલાઓ છે અને ૧૧૯૭ પુરુષનો સમાવેશ થાય છે.
રેલવે ટ્રેક પર પ્રવાસીઓના મૃત્યુનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જ જઈ રહ્યુ છે અને આ પ્રમાણનો અભ્યાસ કરવા માટે થાણે ડિસ્ટ્રીક્ટ રેલવે પેસેન્જર એસોસિયેશન દ્વારા ‘સૅફ્ટી કમિટી’નું ગઠન કરવામાં આવ્યું છે અને કમિટી રેલવે ટ્રેક પર થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સૂચન કરશે.
એસોસિયેશનના સ્થાપક ઓમ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર થતાં મૃત્યુનું પ્રમાણ દર વર્ષે વધતું જ જાવા મળી રહ્યુ છે અને આ પ્રમાણને ઘટાડવા માટે જ એક કમિટી તૈયાર કરવામાં આવી છે, જેમાં ભૂતપૂર્વ રેલવે અધિકારીઓ, જજ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ કમિટી જે રેલવે સ્ટેશન પર સૌથી વધુ ઍક્સિડેન્ટના કૅસ નોંધાયા હશે, એવા સ્ટેશનની મુલાકાત લેશે અને અકસ્માતના પ્રમાણ વિશે ઊંડાણથી અભ્યાસ કરશે. ત્યાર બાદ આ પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય છે કે કેમ તે અંગેના સૂચન-ભલામણ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY