દહેજના ભાવ દર્શાવતી વેબસાઈટનો ખુલાસો,જ્યોતિરાદિત્યે ટિવટ કરી પીએમને ફરિયાદ કરી

0
367

ન્યુ દિલ્હી,તા.૩૧
ભારતમાં દહેજ રોકવા માટે ન જાણે કેટ-કેટલો પ્રચાર અને અભિયાન ચલાવવમાં આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ એક એવી વેબસાઈટનો ખુલાસો થયો છે જેમાં દહેજના ભાવ બતાવવામાં આવી રહ્યો છે. જાતિ, ઉંમર અને પ્રોફેશન બતાવીને કોઈ પણ દહેજનો ભાવ કાઢી શકે છે. કોંગ્રેસ લીડર જ્યોતિરાદિત્ય સિંધિયાને જેવી આ વેબસાઈટ વિશે જાણવા મળ્યું તો તેમને ટિવટર મારફતે પીએમઓની ફરિયાદ કરી હતી.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટિવટર પર લખ્યું કે, મને આ સાઈટ વિશે જાણવા મળ્યું. આ શરમજનક છે. તેના વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવા જોઈએ. તમને જણાવી દઈએ કે, આ વેબસાઈટ પર દહેજનો ભાવ બતાવવામાં આવી રહ્યો છે. અહીં આઈએએસને લઈને બેરોજગાર સુધીના ભાવો દર્શાવવામાં આવે છે. આ સાઈટમાં બેરોજગારોને પણ ૧૫ લાખનું દહેજ મળવાની વાત કરવામાં આવી છે.
ટિવટર પર લોકોએ આ સાઈટને બંધ કરવાની માંગ કરી છે. આ વેબસાઈટમાં માત્ર બ્રાહ્મણ, કાયસ્થ, ભૂમિહર, બનિયા, રેડ્ડી, નાયર, ક્ષત્રિય જેવી ૧૭ જાતિઓ અને સમુદાયના અવિવાહિત યુવાઓની દહેજ કિંમત દર્શાવવામાં આવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પણ એક્શન લેવા માટે કહેવામાં આવ્યું છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY