વારંવાર કહીશ કે ભાજપ 2019માં જીતશે તો દેશ હિન્દુ પાકિસ્તાન બનશે

0
94
શશી થરુર પોતાના નિવેદન પર કાયમ, ભાજપે કરી માફીની માંગ

કોંગ્રેસના નેતા શશી થરુરના નિવેદનથી રાજકીય મોરચે હલચલ મચી ગઈ છે. 2019ની ચૂંટણી જો ભાજપ જીત્યુ તો ભારત હિન્દુ પાકિસ્તાન બની જશે તેવુ વિવાદાસ્પદ નિવેદન આપનાર શી થરુરે કહ્યું છે કે હું મારા નિવેદન પર કાયમ છું અને ફરી ફરીને કહીશ કે જો ભાજપ ચૂંટણી જીત્યુ તો બીજુ હિન્દુ પાકિસ્તાન બનશે. બુધવારે થરુરે ટ્વીટર અને ફેસબુક પર આ સંદર્ભનુ નિવેદન પોસ્ટ કર્યુ હતુ. થરુરે ટ્વીટર પર કહ્યું છે કે કેટલીક જગ્યાએ મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયુ છે. એ પછી આજે શશી થરુરે ફરી ફેસબૂક પર લખ્યુ હતુ કે પાકિસ્તાનનુ નિર્માણ બહુમતિના ધર્મના આધારે થયુ હોવાથી ત્યાં લઘુમતીઓ સાથે ભેદભાવ થાય છે. ભારતે આ તર્ક ક્યારેય સ્વીકાર્યો નથી.પરંતુ ભાજપ અને આરએસએસ દેશને પાકિસ્તાનના આધારે જ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. એવો દેશ જ્યાં લઘુમતીઓના ધર્મને બહુમતીના ધર્મની નીચે ગણવામાં આવે છે.ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ આ માટે નહોતો લડાયો. આવો વિચાર આપણા બંધારણમાં પણ સમાવાયો નથી. જોકે ભાજપે થરુરની આ નિવેદન બદલ ટીકા કરીને માફીની માંગણી કરી છે.ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનુ કહેવુ છે કે કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનનો જન્મ થવા દીધો હતો. તેની તુલના હિન્દુસ્તાન સાથે શક્ય નથી. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર ભારતને નીચુ દેખાડવાનુ અને હિન્દુઓને ગાળો આપવાનુ કામ કર્યુ છે. આ પહેલા રાહુલ ગાંધીએ હિન્દુઓને સેફરોન ટેરરિસ્ટ્સની ઉપમા આપી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY