મકાનની દીવાલ ધરાશાયી થતાં ત્રણનાં મોત

0
32

દાહોદ,તા.૧૩
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામે રહેતા બદુડીબેન કનુભાઇ પરમાર અને તેમનો પાંચ વર્ષનો પુત્ર રોહિત અને રાજુ કનુભાઇ પરમાર ચીલાકોટા ગામના મેડી ફળિયામાં રહેતા તેઓના કુટુંબી મામાને ત્યાં લગ્નમાં ગયા હતા. સવારમાં નઢેલાવ ગામે જાન જઇ આવ્યા બાદ તા. ૧૨મીના રાતે બદુડી કનુભાઇ પરમાર તથા તેમનો પાંચ વર્ષનો પુત્ર રોહીત કનુભાઇ પરમાર તથા ત્રણ વર્ષનો રાજુ કનુભાઇ પરમાર અને ચીલાકોટા ગામની આઠ વર્ષની અસ્મિતાબેન ગુલાબભાઇ અમલિયાર ઘરની પાસે બહાર ખાટલો ઢાળી સુતા હતા. તે વહેલા રાત્રીના આઠ વાગ્યાના અરસામાં અચાનક પાસે આવેલા કાચા મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી.
જે તેમના ઉપર પડી હતી. જેમાં અસ્મિતાબેન ગુલાબભાઇ અમલીયારા, તથા રોહાતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બકુડીબેનને દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. જોકે, બકુડીબેનનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આમ અચાનક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણ માસુમ લોકોનો ભોગ લીધો હતો. જે ઘટના બનતા સહિત જિલ્લા કોટા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. અને પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY