નવા બાંધકામોની સાઈટ પરથી સળિયાની ચોરી કરતા મુખ્ય સૂત્રધાર રામુ મિશ્રાને જિલ્લા એલસીબીએ પલસાણાના ભુતપોર પાસેથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યએ જિલ્લા એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. પી.એન. ઝીંઝુવાડીયાને જિલ્લામાં બનતા ગુના શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપતા એલસીબીની ટીમે પલસાણા પો. સ્ટે. તથા કડોદરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. જ્યાં એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી કે, અગાઉ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર નવા બાંધકામની સાઈટો ઉપરથી સળિયાની ચોરીમાં પકડાયેલા રામુ મિશ્રા નામનો ગુનેગાર આજે પણ સળિયાની ભારીઓની ચોરી કરી તેના ટાટા ટેમ્પો નં. (જીજે-૧૯,યુ ૪૯૮૪)માં કોઈક જગ્યાએથી ચોરી કરી તેને નવસારી તરફ વેચવા જનાર છે. જેના આધારે એલસીબીએ બારડોલી-પલસાણા રોડ ઉપર આવેલ ભુતપોર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીના વર્ણનવાળો ટેમ્પો પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં ટેમ્પોની પાછળ સળિયા ભરેલા હતા. અને ટેમ્પોચાલકની પુછતાછ કરતાં તેનું નામ રમેશ ઉર્ફે રામુ લવ મહારાજ મિશ્રા ત્યારબાદ તેની પાસેથી લોખંડના સળિયાની ભારીઓ નંગ ૬૪ કિંમત રૂ. ૧૯૨ લાખ મોબાઈલ નંગ ૨ કિંમત રૂ. ૫૦ હજાર, રોકડા રૂ. ૭૦૦, ટેમ્પોની કિંમત રૂ.૮ લાખ મળી કુલ રૂ. ૧૦.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરી તેની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"