દમણ,તા.૧૨
ગુજરાતમાં દારૂબંધીને કારણે તહેવારોમાં દારૂની મહેફિલ માણવા માટે મોટા ભાગના લોકો ગુજરાત બહારનો પ્રવાસ કરવા જતા હોય છે. ત્યારે મોટા ભાગના લોકો દારૂની મહેફિલ માણવા માટે દમણ અને આબુ, રાજસ્થાન જેવા સ્થળો હોટ ફેવરિટ માનવામાં આવે છે. જ્યારે દમણમાં પણ હવે ખુલ્લે આમ બેસને દારૂનો નશો કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેનું ફરમાન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
આ સાથે જ હવે દમણના બીચ પર કે બીજા સ્થળ પર દારૂની મહેફિલ નહિ માણી શકાય. જા આ નિયમનો ભંહ કરાશે તો વ્યકિતએ જેલમાં જવાની તૈયારી રાખવાની રહેશે. દમણના જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર દ્વારા કલમ ૧૪૪ અંતર્ગત આ આદેશ આપવામાં આવ્યો છે. દમણ જઇને દારૂની મહેફિલ માણતા મોટા ભાગના ગુજરાતીઓ દારૂ પીને રોડ રસ્તાઓ પર વાદ વિદાદ કરતા નજરે પડે છે.
કલેક્ટરે વધુમાં કહ્યું કે, નશાની હાલતમાં લોકો દ્વારા મોટી સંખ્યામાં ગુનાહિત પ્રવૃતિઓ કરવામાં તથા દારૂની બોટલોને જાહેરમાં ફોડવા જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. સ્થાનિક લોકોને આ પ્રકારની પ્રવૃતિઓથી દમણમાં રહેવા માટે પણ ભય લાગી રહ્યો છે. તેથી સરકારે આ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કર્યો છે. જેથી આગામી ૨ મહિનામાં ક્રિસમસ અને ન્યૂયરની રજાઓમાં આ પ્રકારની પ્રવૃતિઓ પર કાબુ મેળવી શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




