૨૬/૧૧ મુંબઇ હુમલા પર કંઇ ન થયું,અમે ઉરી-પુલવામાનો બદલો લીધોઃ મોદી

0
5

કન્યાકુમારી,તા.૧
તામિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં જવાનોને સલામ કરી. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે પાછલી સરકારોમાં આતંકી હુમલા પર કડક એકશન લેવામાં આવતા નહોતા. પરંતુ અમારી સરકારે સેનાને આતંકીઓ સામે બદલો લેવાની ખુલી છૂટ આપી દીધી છે. પીએમ એ પોતાના ભાષણની શરૂઆત વિંગ કમાન્ડર અભિનંદનના વખાણ કર્યા. આપને જણાવી દઇએ કે અભિનંદનને આજે અટારી બોર્ડર પર ભારતના હવાલે કરવાનો છે. તેઓ બુધવારથી પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં છે.
પીએમ એ જવાનોને સલામ કરતાં કહ્યું કે ૨૬/૧૧ ભારતમાં થયું પરંતુ કંઇ ના થયું. પરંતુ ઉરી થયું અને પુલવામા થયુ, અમે બદલો લીધો. હું સલામ કરું છું કે સેનાને ખુલી છૂટ આપવામાં આવી છે, જે કરવું હોય તે કરે. આતંકવાદીઓથી બદલો લો.
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે આપણને ભારતીયોને ગર્વ છે કે વિંગ કમાન્ડર અભિનંદન તામિલનાડુના છે. આ દરમ્યાન પીએમે આતંકવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેટલાંય વર્ષોથી દેશ આતંકવાદનો સામનો કરી રહ્યાં હતા. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીમાં કેટલાંય આતંકવાદી હુમલા થયા. જયપુર, મુંબઇ, પૂણે, હૈદ્રાબાદ કેટલીય જગ્યા પર હુમલો કર્યો પરંતુ કોઇને તેના પર કડક કાર્યવાહી કરાઇ નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY