ડાંગ જિલ્લામાં તા.૧૫સપ્ટેમ્બરથી તા.૨જી ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશની ઉજવણી કરાશે.

0
190

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં તા.૧૫/૦૯/૨૦૧૮થી  તા.૦૨/૧૦/૨૦૧૮ દરમિયાન સ્વચ્છતા હી  સેવા ઝુંબેશનું આયોજન કરાયું છે.  જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ  સ્વચ્છતા હી સેવા ઝુંબેશ થકી સ્વચ્છ ભારત અને  સ્વચ્છતા ગુજરાત અને  સ્વચ્છ ડાંગ બનાવવા પ્રયાસો કરવામાં આવશે.

આ પખવાડીયા દરમિયાન  નાગરિકોને સાંકળીને સ્વચ્છાગ્રાહી અને  ગાંધી વોલીયન્ટીયર્સ દ્વારા સાર્વજનિક/જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે શ્રમદાન કરાશે.નાગરિકો તથા  સ્વસહાય જુથોની બહેનોની સક્રિય  સામેલગીરીથી ઘનકચરાના વ્યવસ્થાપન અંગે ડોર ટુ  ડોર કલેકશનની કામગીરી હાથ  ધરાશે. નરેગા હેઠળ શ્રમદાન મારફત પસંદ કરેલા ગામોમાં કંમ્પોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડનું બાંધકામ હાથ ધરાશે તેમજ પરંપરાગત રીતે ખુલ્લામાં શૌચક્રીયા માટે વપરાતી જગ્યાઓ પર શ્રમદાન દ્વારા સામૂહિક સાફસફાઇ કરી  નરેગા અંતર્ગત વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે.તેમ જિલ્લા વિકાસ અધિકારી ડાંગ આહવાની યાદી જણાવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY