ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 14 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.
આગામી તારીખ 12 મી મેં ના રોજ આ સમૂહ લગ્ન ગોવાલીના પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે યોજાશે ગોવાલી ઠાકોર સમાજ દ્વારા ચોથો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.ગોવાલી ખાતે યોજાનાર સમુહ લગ્ન નાના મોટા પરિવારના નાંણાકીય ખર્ચ ઘટાડવા માટે આ સમુહ લગ્ન આ સમાજ માટે કારગત સાબિત થાય તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગોવાલી, અવિધા,લાછરસ,બોરભાઠા અંકલેશ્વર ઉત્તરાજ પાલેજ સહિતના અનેક ગામોના આ સમાજના લોકો લગ્નમાં ભાગ લેવા આવનાર છે હાલ કારમી મોંઘવારીમાં આવા સમૂહ લગ્નો માધ્યમ ગરીબ વર્ગ માટે ખુબજ આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે માટે ઘણા સમાજના લોકો આવા સમૂહ લગ્ન યોજી રહ્યા છે જે એક ઉત્તમ ઉપાય પણ છે. ઝગડીયા સમાજ સમૂહ લગ્નના આયોજક મહેશભાઈ ઠાકોર રાજેશભાઈ ઠાકોર મહામંત્રી નગીનભાઈ ઠાકોરે આ ચોથા સમૂહ લગ્નનું સફળતા પૂર્વક આયોજન કર્યું છે પ્રભુતામાં પગલાં પાડનાર 14 જેવા યુગલોને સમાજના આગેવાનો દ્વારા જીવન જરૂરિયાતના તમામ સાધનો આપવામાં આવશે એમ જાણવા મળ્યુ છે .
અંકિતા પાટણવાડિયા, મો.નં.7211173702
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





