લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત, ૧૦ ઘાયલ

0
20

ડાંગ,તા.૧૪
ગુજરાતના હિલસ્ટેશન તરીકે પ્રખ્યાત સાપુતારામાં ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૧૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ક્રેન બોલાવીને બસને બહાર કાઢવી પડી એટલો ભયંકર અકસ્માત હતો.
મળતી માહિતી પ્રમાણે ખાનગી બસમાં અકસ્માત સર્જાયો તે સમયે આશરે ૪૦ મુસાફરો સવાર હતા. બસમાં સવાર તમામ મુસાફરો વાંસદા-નવસારીની આસપાસના રહેવાસી હોવાનું મનાય છે. કહેવાય છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેક અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાયા હતા. બસ ધડાકાભેર અથડાતા પલટી ખાઇ હતી. જેના પગલે બસ ચાલક અને મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ૧૦ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. કહેવાય છે કે બસ મહારાષ્ટ્રથી પરત ફરતી હતી.
સાપુતારાના ઘાટ માર્ગ માલેગામ પાસે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY