પત્નીની છેડતી મુદ્દે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરાઈ

0
34

સુરત,તા.૩
સિંગણપોર કોઝવે રોડ ઉપર ગજાનંદ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય દીપક બાબુભાઇ મોરે મકાન લે-વેચનું કામ કરતો હતો. દીપક પહેલા ચાઇનીઝની લારી ચલાવતો હતો. દીપકને સંતાનમાં ૧ પુત્ર અને ૧ પુત્ર છે. દરમિયાનમાં સાવેર આઠેક વાગ્યે પુત્રને ટ્યૂશન મૂકવા ગયો હતો.
રિવરપાર્ક સોસાયટીમાં પુત્રને ટ્યૂશને મૂકી તે એક્ટિવા ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે કોઝવે નજીક વિશાલા રેસ્ટોરન્ટ પાસે પાછળથી એક્ટિવા ઉપર એક યુવકને તેના તરફ ધસી આવ્યો હતો. હેલમેટ અને બ્રાઉન જેકેટ પહેરીને આવેલા આ યુવકે એક્ટિવા આંતરી દીપક ઉપર એટેક કરી લીધો હતો. લોખંડના પાઇપથી દીપકના માથા ઉપર ઉપરાછાપરી ઘા કરાયો હતો. ૪-૫ ઘા કરી હુમલાખોર નાસી છૂટ્યો હતો. ઘાતકી હુમલો થતાં દીપક સ્થળ ઉપર જ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ તેનું મોત થયું હતું.
જાહેરમાં થયેલી હત્યાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. લાલગેટ પોલીસે તરત સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી ઓળખાઇ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY