સુરત,તા.૧૧
સુરતના વેડરોડના હોમો સેકિયુંઅલ ડોક્ટરને મળવાના બહાને બોલાવી મુખમૈથુન કરાવી ઠગ ટોળકીએ મોબાઇલમાં શૂટિંગ ઉતારીને બ્લેકમેઇલ કરી પાંચ લાખની ખંડની માંગવાની ઘટના બની હતી. આ અંગે ડોક્ટરની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે ઠંગ ટોળકી પૈકી એક સાગરીતની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે વેડરોડ ખાતે રહેતા જયદિપ (નામ બદલ્યું છે) હોમિયોપેથિક ડોક્ટર છે. મૂળ ભાવનગરના વતની ૩૦ વર્ષીય જયદીપ હોમો સેક્સ્યુઅલ છે. ગત તા. ૯નીએ સવારે મોબાઇલ એÂપ્લકેશન થકી રાજુ નામના યુવકે તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રિક્વે્ટ એક્સેપ્ટ કર્યા બાદ મળવાના બહાને ડોક્ટરને સિંગણપોર બોલાવ્યા હતા.
આ અÂશ્લલ વીડિયો થકી ટોળકીએ બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. પિતા-પત્ની સહિતના પરિવારજનોના મોબાઇલ નંબર લઇ તેઓને આ વીડિયો મોકલવાની ધણકી આપી ડોક્ટરને લાફો મારી લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. ત્યારબાદ સમાધાન પેટે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. ડોક્ટર પાસે આટલી મોટી રકમ પોતાની પાસે ન હોવાનું જણાવતા તેઓએ દમદાટી આપી સાંજ સુધીમાં ૬૦ હજાર આપવાની વાત કરી ડોક્ટરને છોડી દીધો હતો.
ડોક્ટરે મિત્ર થકી ચોકબજાર પોલીસનો સંપર્ક કર્યોહ તો. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે નાણાં આપવાના બહાને છટકું ગોઠવી ઠગ ટોળકીના સાગરિત કિરિટ હરિસંગ મોરી જે ૨૬ વર્ષનો છે અને ત્રિવેણી સોસાયટી સિંગણપોર- મૂળ ધંધુકા, અમદાવાદનો રહેવાસી છે. પોલીસે કિરિટની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



