દર્દી પોતે ડોક્ટર બનીને ઇલાજ ન કરે

0
121

મોનુસનની એન્ટ્રી થઇ જવાની સાથે એકબાજુ મોસમ રંગીન બની જાય છે પરંતુ સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનો ખતરો અનેક ગણો વધી જાય છે. જેથી મોનસુનની સિઝનમાં સાવધાની ખુબ જ જરૂરી રહે છે. વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા, લેપ્ટોસ્પાયરોસીસ, ચિકનગુનિયા અને હેપેટાઇટિસ જેવી બિમારીનો ખતરો અનેક ગણો વધી જાય છે. આ તમામ બિમારીનો સમયસર ઉપચાર ન કરવાથી Âસ્થતી વધારે ખરાબ બની જાય છે. બિમારી વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. લક્ષણ જાણી જવાની સાથે જ તરત તબીબનો સંપર્ક કરીને તપાસ કરવી જાઇએ. સારવાર સમયસર થવાથી કોઇ પણ બિમારીનો ઇલાજ ઝડપથી શક્ય બને છે. બિમારી લાંબી ખેંચાઇ જવાની Âસ્થતીમાં સારવારમાં ખુબ તકલીફ પડે છે. કોઇ પણ બિમારી દરમિયાન સામાન્ય લોકો પહેલા જાતે જ સારવાર કરે છે. જાતે જ દવા લઇ લે છે. જાતે જ તમામ પ્રયોગ તકલીફને દુર કરવા માટે કરે છે. તબીબોની સલાહ પણ લેતા નથી. મેડિકલ સ્ટોરમાંથી યોગ્ય દવા લઇને બિમારી દુર કરવાના પ્રયાસ કરવામાં આવેછે. જા કે આ ટેવ ઘાતક છે. આના કારણે Âસ્થતી વધારે ખરાબ થાય છે અને કાબુ બહાર Âસ્થતી જતી રહે છે. નિષ્ણાંત લોકો કહે છે કે દર્દીએપોતે તબીબ બનવાના પ્રયાસ કરીને પોતાની સારવાર કરવી જાઇએ નહી. પોતે બિમારીનો ઇલાજ કરવાથી બિમારી વધી જાય છે. મોનસુન દરમિયાન બિમારીના કારણ, લક્ષણ અને ઝડપથી સારવારને લઇને નિષ્ણાંતો વારંવાર રજૂઆત કરતા રહે છે. ઇન્ફેક્શન સાથે સંબંધિત નિષ્ણાંત તબીબો કહે છે કે મોનુસન દરમિયાન થતી મુખ્ય બિમારીના મુળ કારણ સાફ સફાઇ છે. સાફ સફાઇ પર ધ્યાન ન આપવાની Âસ્થતીમાં તરત બિમારી થાય છે. લાપરવાહી ઘાતક બની શકે છે. ડેન્ગ્યુનો ડંશ હોય કે પછી લેપટો હોય કે પછી મેલેરિયા હોય તમામ બિમારીમાં સાફ સફાઇ અતિ જરૂરી રહે છે. તમામ પ્રકારની બિમારીનુ મુખ્ય કારણ તો સાફ સફાઇ છે. જાગરુકતાનો અભાવ ભારતમાં ચારેબાજુ જાવા મળે છે જેથી દેશના જુદા જુદા ભાગોમાં વારંવાર રોગચાળો ફાટી નિકળે છે. ગંદા પાણીમાંથી થઇને પસાર થવાની Âસ્થતીમાં એકબાજુ લેપ્ટો થવાની સંભાવના વધારે રહે છે. બીજી બાજુ ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવનાર મચ્છરોનો આતંક પણ વધી જાય છે.ગંદકીમાં બનાવવામાં આવનાર ખાદ્યચીજા પણ બિમારીને આમંત્રણ આપે છે. જેથી મોનસુનની સિઝનમાં સાફ સફાઇ ખુબ મહત્વપૂર્ણ બાબત છે. સ્વચ્છતા પ્રથમ પ્રાથમિકતા તરીકે રહે છે. સ્વચ્છતા રાખીને માનસુન વેળા બિમારીથી બચી શકાય છે. વરસાદના ગાળા દરમિયાન બિમારીમાં ડેન્ગ્યુનો ખતરો પણ રહે છે. બે અક્ષરના નામની આ બિમારીનુ નામ આવતાની સાથે જ લોકોના પરસેવા છુટી જાય છે. લોકોમાં બિમારી કરતા વધારે ભય રહે છે. ડોક્ટર ઓમ શ્રીવાસ્તવે કહ્યુ છે કે બિમારી કોઇ પણ કેમ ન હોય તેના કારણે ભયભીત થવાની બિલકુલ જરૂર નથી. ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દી ઘરમાં બેઠા બેઠા તબીબોના નિર્દેશ મુજબ દવા લઇ શકે છે. તબીબો કહે છે કે ડેન્ગ્યુના દર્દી…
૧૦૦ પૈકીના ૯૦ દર્દીને હોÂસ્પટલમાં સારવાર માટે ભરતી થવાની જરૂર હોતી નથી. બિમારીના લક્ષણ દેખાઇ આવવાની Âસ્થતામાં લોહીની ચકાસણી કરાવી લેવી જાઇએ. સામાન્ય રીતે જાણવા મળે છે કે જ્યારે બિમારીના ગાળા દરમિયાન બ્લીડિંગ અથવા તો કોઇ જગ્યાએથી લોહી નિકળે છે ત્યારે પ્લેટલેટ્‌સની જરૂર પડે છે. અમે સામાન્ય રીતે લોકોને કહેતા સાંભળતા રહીએ છીએ કે સારવાર કરતા બચાવ વધારે સારી ચીજ છે. બાળકો, મોટી વયના લોકો અને સગર્ભા મહિલાઓમાં બિમારી થવાનો ખતરો વધારે રહે છે. આ બિમારીથી બચવાનો મુખ્ય હથિયાર છે સમયસર વેÂક્સન લેવાની બાબત. અલબત્ત જે બિમારીની રસી ઉપલબ્ધ નથી તે બિમારીની સારવાર જ એકમાત્ર દવા છે.
હેપેટાઇટિસ, ઇન્ફ્લુએન્જા અને ટાઇફોઇડ જેવી બિમારીની વેક્સીન સરળતાથી ઉપલબ્ધ છે. આ ઉપરાંત કેટલીક બિમારી પ્રાણીઓના કારણે અને પશુના કારણે પણ માનવીમાં વારંવાર ફેલાઇ જાય છે. આને રોકવા માટે પશુ અને પ્રાણીઓને થતા પાલતુ જાનવરને પણ રસી મુકી દેવાની જરૂર હોય છે. સાવધાની રાખીને કેટલીક બિમારીનો ઉકેલ શોધી શકાય છે. મોનસુનની એન્ટ્રી થવાની સાથે સાથે બિમારી પણ આવે છે. આવી Âસ્થતીમાં સાવધાની ખુબ જરૂરી છે. આગામી દિવસોમાં લોકો વધારે બિમારીનો શિકાર બની શકે છે. હાલમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં ચિંતાનજનક રીતે વધારો થઇ રહ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY