લીંબડીમાં હોમીયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્‍પીટલ દ્રારા વ્‍યસન મુકિત તેમજ બાળ મજુરી વિરુધ્‍ધ રેલી યોજાઇ.

0
23

લીંબડી-ધંધુકા સ્‍ટેટ હાઇવે પર આવેલ લીંબડી વિકાસ ટ્રસ્‍ટ દ્રારા ચાલતી બી.એચ.એમ.એસ. હોમીયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્‍પીટલ દ્રારા વ્‍યસન મુકિત તેમજ બાળ મજુરી વિરુધ્‍ધ રેલી યોજાઇ હતી. આ રેલી કોલેજનાં વિધાર્થિઓ તેમજ પ્રાધ્‍યાપકો દ્રારા યોજવામાં આવી હતી. આ રેલી ટાવર થી લઇને સ્‍વામીનારાયણ મંદિર સુધી કરવામાં આવી હતી. આ રેલી દ્રારા આજના યુવાઓને વ્‍યસન મુકતી તેમજ બાળ મજુરી વિરુધ્‍ધ જાગૃત કરવા માટે યોજવામાં આવી હતી. અત્‍યારે યુવાનોમાં વ્‍યસનનો બહોળા પ્રમાણમાં ક્રેઝ ચાલી રહયો છે ત્‍યારે લીંબડી હોમીયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્‍પીટલ દ્રારા રેલીનું આયોજન કરી યુવાઓને સંદેશો આપવામાં આવ્‍યો તેમજ બાળ મજુરી વિરુધ્‍ધ પણ જાગૃતતા આવે તે માટે “વ્‍યસન મુકત હો હમારા દેશ” સુત્રોચાર કરી રેલી કાઢવામાં આવી હતી. અત્‍યારનાં યુવાનો ખરાબ રસ્‍તે ન જાય તે માટે સ્‍વામી વિવેકાનંદ નાં વિચારો ની ગાથા લઈ દ્રારા ટાવર થી રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

દિપકસિંહ વાઘેલા, લીંબડી.
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ ૭૦૧૬૧ ૭૦૮૪૪

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY