બીજાના બંગલા પાસે દારૂ ભરેલી કાર પાર્ક કરી હોમ ડીલીવરી કરનાર પકડાયો

0
133

ખટોદરા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે ભરથાણા ગામ આશીર્વાદ વિલા રો-હાઉસ બંગલા નં. ૨૫૭ની સામેથી મારૂતિ ઓમની માંથી દારૂની ૭૫ બોટલ અને બિયરના ૧૨ ટીન મળી રૂ ૬૫,૪૫૦ની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો. પોલીસે કારચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુલાબચંદ્ર મિશ્રા ને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂ. ૨૯૦૦ અને કાર મળી કુલ રૂ. ૧,૪૩,૩૫૦નો મોબાઈલ કબજે કર્યો હતો. જીતેન્દ્ર દારૂની હોમ ડીલીવરી કરે છે. પરંતુ પોતાના ઘર નજીક દારૂ ભરેલી કાર પાર્ક કરવાને બદલે તે આશીર્વાદ વિલા રો-હાઉસમાં પાર્ક કરી દેતો અને અંધારામાં ત્યાંથી બોટલ કાઢી ડીલીવરી આપતો હતો. પોલીસે તેની પૂછપરછના આધારે દમણથી દારૂ મોકલનાર અશોક તિવારીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY