ટેકનોલોજીના આધાર પર કરમાળખુ બનાવાશે તો કોઈ નહિં કરી શકે ચોરી: અઢીયા

0
131

ન્યુ દિલ્હી,
કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢીયાએ માલ અને સેવા કર(જીએસટી)ને લઈને કહ્યું છે કે જ્યારે ટેકનોલોજીના આધાર પર આપ કર માળખું બનાવશો ત્યારે કોઈ પણ વ્યક્તિ કર ચોરી નહિં કરી શકે. અઢિયાએ જીએસટી કર પ્રણાલીને લઈને રાજ્ય સ્તરીય ચર્ચા દરમિયાન કÌšં કે કોઈ પણ વેપારી કરથી બચવા નથી ઈચ્છતો. તે પોતે કર ભરવા ઈચ્છે છે પણ તે અનુસાર મુખ્ય રૂપથી ૩ વાતોનું ધ્યાન રાખવું જાઈએ. કરની ગણના સરળ રીતે થવી જાઈએ. કર વ્યાજબી હોવા જાઈએ, નહિં તો કરચોરીની સંભાવના વધી જાય છે. ત્રીજીવાત એ કે જે પ્રમાણિક વેપારીઓ છે તેને સંરક્ષણ મળવું જાઈએ. તેમણે કહ્યું કે જીએસટી પ્રણાલી પૂરી રીતે આઈટી પર આધારિત છે. અમે તેને પ્રાદ્યોગિકીની નદદથી મજબૂત બનાવી શકીએ છીએ. જ્યારે પ્રાદ્યોગિકીના આધાર પર કર પ્રણાલી બનાવશો તો કોઈ પણ વ્યÂક્ત ચોરી નહિં કરી શકે. આપણે સરળીકરણની દિશામાં પ્રયાસ કરી રહ્યાં છીએ.
અઢીયાએ જીએસટીની સફળતા માટે વેપારીઓને શ્રેય આપ્યું. જેમણે મોટી ઉદારતા સાથે આ કર વ્યવસ્થાને અપનાવી છે. તેમણે કÌšં કે તેને લાગૂ કરવાને લઈને શરૂમાં ભારે ગડમથલ અને ગભરાટ હતો. ધીરે ધીરે મુશ્કેલીઓ દૂર થતી ગઈ અને કર પ્રણાલીમાં સરળતા આવતી ગઈ. તેમણે કહ્યું કે જીએસટીને લાગૂ કર્યે આશરે ૮ મહિના થઈ ગાય છે. અને હવે સામાન્ય રીતે તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
અઢીયાએ જણાવ્યું કે જીએસટી લાગૂ થયા બાદ, રાજ્યને થનારું નુકસાન સતત ઓછું થઈ રહે છે. શરૂઆતમાં આ ૪૯ ટકા હતું જે ઘટીને હવે ૨૯ ટકા થઈ ગયું છે. તેમણે કÌšં કે વારે વારે બદલાવ થવાને લઈને પણ વાત કરવામાં આવે છે. પણ જા કોઈ નિયમમાં સુવિધા માટે બદલાવ આવશ્યક છે તો તે ખરાબ વાત નથી. આ દરમિયાન રાજ્યના વાણિÂજ્યક વેરા મંત્રી અને જીએસટી પરિષદના સભ્ય અમર અગ્રવાલે કહ્યું હતું કે જીએસટીનું લાગૂ થવું અમારા માટે દેશ માટે સહકારી સંઘવાદને ઉદાહરણ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY