અડાજણમાં દારૂની હોમ ડિલિવરી આપવાનું કૌભાંડ ઝડપાયું: ૬૦થી વધુ એક્ટિવાનો ઉપયોગ કરાતો હતો.

0
84

અડાજણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક્ટિવામાં વિદેશી દારૂની હોમ ડીલીવરી કરવાનું જે વ્યવસ્થિત રેકેટ ચાલતું હતું તેને આજે એસઓજીની ટીમે ઝડપી લીધું છે. પોલીસે એલ.પી.સવાણી રોડ પર ટી.જી.બી હોટલની પાછળના ભાગે આવેલા એસ.એમ.સી આવાસમાંથી એક ગોડાઉન ઝડપી લઈને દારૂની ૬૮૯ બોટલો કબજે લીધી હતી અને એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. અડાજણ વિસ્તારમાં એક્ટિવા પર દારૂની બોટલો હોમ ડીલીવરી કરવાનું રેકેટ અમુક વ્યક્તિઓ ચલાવતા હતા. રોજની બેથી ત્રણ પેટી જેટલી દારૂની બોટલો એક્ટિવામાં મૂકીને અલગ અલગ જગ્યાએ ડિલીવર કરવામાં આવતી હતી. અંદાજે ૬૦થી પણ વધુ એક્ટિવા લઈને બુટલેગરો આ રેકેટ ચલાવતા હોવાનું જાણવા મળે છે. અડાજણ પોલીસે અનેકવાર વોચ ગોઠવી છતાં પણ પોલીસના હાથમાં કોઈ આવ્યું નહોતું. દરમિયાન એસ.ઓ.જીના મહેશ ચોઘરીને આ રેકેટ અંગે ચોક્કસ માહિતી મળી હતી. જેને આધારે પી.આઈ.આર.આર. ચોધરીની સુચનાથી પી.એસ.આઈ.એસ. એસ.દેસાઈ અને ટીમના માણસોએ આજે એલ.પી.સવાણી રોડ પર ટી.જી.બી હોટલની પાછળ આવેલા એસ.એમ.સી આવાસના એક ઘરમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસને દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૬૮૯ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો સંગ્રહ કરનાર અનીલ પરેશ મોહિતે ગણેશ ઉર્ફે જશવંત ગોવિંદ કાંટે અને મહિલા કમુબેન જશવંત મોહિતની ધરપકડ કરીને રૂ.૮૭ હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો હતો. અનીલ અને ગણેશ ઓર્ડર મુજબ દારૂની બોટલો એક્ટિવાની ડીકીમાં મૂકીને હોમ ડીલીવરી કરતા હતા. દારૂની બોટલો કમુબેનના ઘરે મુકવા બદલ તેનું કમિશન આપતા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY