પીકઅપવાનમાં પીઓપીના બે બોક્ષમાંથી દારૂની બોટલો મળી

0
353

બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા વાહનોમાં અનેક કિમીયાગીરી કરે છે. વાપીના ગોલ્ડ કોઈન સર્કલ પાસે પોલીસે પીકઅપવાનને અટકાવી તપાસ કરતા બે પીઓપીના બોક્ષમાંથી રૂ.૨.૫૫ લાખનો દારૂ મળી આવતા પોલીસ આશ્ચર્યમાં મુકાઈ હતી. જો કે ચાલક – ક્લિનર પોલીસને હાથતાળી આપી ભાગી ગયા હતા. વાપી ટાઉન પોલીસના જવાનોએ આજે વાપીના ગોલ્ડ કોઈન સર્કલ પાસે દમણથી આવી રહેલા ટાટા પીકઅપવાન (નં.જીજે-૯-એયુ-૦૫૮૭)ને અટકાવવા ઈશારો કર્યો હતો. પોલીસને જોતા જ ચાલક અને ક્લિનર ટાટા પીકઅપવાન મુકી ભાગી ગયા હતા. ટેમ્પાના પાછળના ભાગે રાખવામાં આવેલા બે પીઓપીના બોક્ષમાં તપાસ કરતા દારૃની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસે રૂ.૨.૫૫ લાખની દમણીયા બનાવટની બિયર-વ્હીસ્કીની કુલ ૩૩૦૦ નંગ નાની બોટલો કબ્જે લીધી હતી. પોલીસે આરોપીને પકડવા વાહન નંબરના અધારે આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા લાંબા સમયથી બુટલેગરે દારૂ ઘુસાડવા અનેક કિમીયાગીરી કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY