ભરૂચ,
૨૯/૦૩/૨૦૧૮
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ દ્રારા નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન લાખોના વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવમાં આવ્યા છે.જ્યારે એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સીંગની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર માં વધતાં જતા પ્રોહીબીશનના ગુનાઓ શોધી કાઢવામાં માટે સુચના આપવામાં આવી હતી. જે અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટે.ના પી.આઈ આર.કે.ધૂળિયા અને સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગ માં હતાં તે દરમ્યાન બાતમી મળેલ હતી કે કોસમડી વાલિયા રોડ પર સી.એન.જી ગેસ પંપની પાછળની સીમમાં રાકેશ છગન પટેલના ખેતરમાં કેટલાક ઈસમો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો સગે વગે કરી રહ્યા છે.જે જગ્યા પર નો આજુ બાજુનો વિસ્તાર ઘેરી લઈ અંદર રેડ કરતાં આરોપી (૧) હિતેશ દેવેન્દ્રસિંહ ઠાકોર,હાલ રહે,જુના દરબાર ફળિયું વાંસદા,જી.નવસારી,મૂળ રહેવાસી જુના હરિપરા મંદિર ફળ્યું,અંકલેશ્વર (૨) નરસિંહ મૂળજી કાપડિયા,રહે,સાંઈ પૂજન સોસાયટી,કોસમડી,અંકલેશ્વરનાઓ પોલીસના રંગે હાથ ઝડપાઈ ગયા હતાં. જયારે એક આરોપી સુનિલ પટેલ પોલીસને ચકમો આપી શેરડી ના ખેતરમાં ફરાર થઈ ગયો હતો.જયારે પકડાયેલ આરોપીઓ પાસેથી એક મોટર કાર નંબર જીજે.૧૫.સીબી.૧૮૭૦ ગાડી અને ખેતરમાં રાખેલ પરપ્રાંતીય દારૂની બોટલ નંગ- ૭૧૧૬ જેની કિંમત રૂપિયા ૭,૯૪,૭૦૦/- અને મોટરકારની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- અને આરોપીઓના અંગ ઝડતીમાંથી ૩ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૫૦૦/-મળીને કુલે ૧૧,૯૫,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. અને ફરાર આરોપી સુનીલને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ પોલીસ દ્રારા અવાર નવાર ઝડપતા મસ મોટાં દારૂના જથ્થા કોની રહેમ નજર નીચે ભરૂચ જિલ્લામાં આવે છે…?? અને કોની મિલી ભગતથી આ દારૂના ધન્ધા ચાલે છે..? તે અંગે પોલીસ વધુ તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"