શહેરીકરણ અને પ્રતિકુળ વાતાવરણથી ચકલીઓનું ગ્રામ્ય વિસ્તારોમાં પ્રયાણ

0
834

ચકલી એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માનવ વસ્તીમાં વધુ સરળતાથી જોવા મળતું પક્ષી છે. પરંતુ શહેરીકરણની ઘેલછા માનવ વસ્તીમાં હળી મળી ગયેલા પક્ષીને શહેરમાંથી દુર કરી રહી છે. આવી ચકલીને બચાવવા માટે લોકો સામુહિક પ્રયાસ ન કરે તો ચકલી લોકોથી વધુને વધુ દર જઈ શકે છે. પર્યાવરણની સંસ્થા પ્રયાસના દર્શન દેસાઈ કહે છે, ચકલીને ધુળ, નાના છોડ અને જુના ઘરો માફક આવે છે. શહેરમાં સિમેન્ટ કોંક્રીંટના રોડ હોવાથી ધુળ ભાગ્યે જ દેખાય છે. જોકે, શહેરમાં ધૂળ હોય કે નાના છોડવાળા બગીચામાં ચકલી આજે પણ જોવા મળે છે. ચકલી પોતાના અસ્તિતિ અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે તે કહેતા પક્ષીના જાણકાર યોગેશ પટેલે જણાવ્યું કે, ટચુકડી ચકલી પર્યાવરણ માટે મહત્વનો ભાગ છે. લોકોની આધુનિક જીવન શૈલીના કારણે શહેરી વિસ્તારમાં ચકલીને રહેવા તથા ખાવા માટેની સમસ્યા ઉભી થઈ છે. ચકલીનો ખોરાક નાની જીવાત અને અનાજના દાણા છે. જીવદયાનું કામ કરતાં રજનીકાંત ચૌહાણે કહયું કે, ખેતીમાં જંતુશાનક દવાના બેફામ વપરાશથી નાના જીતજંતુ, કીડા ઘટયા છે. પ્રદૂષણથી તાપમાન સતત વધી રહયું છે. તેને ચકલી જેવા નાના પક્ષી સહન કરી શકતા નથી. મોબાઈલ ટાવરમાંથી નિકળતા કિરણ પણ ચકલી માટે નુકસાનકારક છે. તેથી ચકલીઓ ગામડા ભણી જઇ રહી છે. ચકલીઓ બચાવવા ઘરના ટેરેસ કે ગેલેરીમાં પાણી અને માળા ઉપયોગી બની શકે. એક દિવસ માત્ર ચકલી દિવસની ઉજવણી કરવાથી ચકલીના અસ્તિત્વને બચાવી શકાય નહી લોકોના સામુહિક પ્રયાસ જરૂરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY