સુરત,
તા.29/03/2018
એક વાર ફરી ફિલ્મ “પદ્માવત”ને લઈ હોબાળો થયો હોવાંની ઘટના સામે આવી છે. સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલા મયુર સિનેમા હોલમાં કરણીસેનાનાં કાર્યકરોએ ભારે હોબાળો કર્યો છે. સિનેમા હોલમાં ફિલ્મ ” પદ્માવત” રજૂ કરતા કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. જા કે ભારે વિરોધનાં પગલે ફિલ્મનો શો બાદમાં રદ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણશાળીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ને લઇને રિલીઝની પૂર્વસંધ્યાએ ગુજરાત સહિત ભારતભરમાં કેટલાંક રાજ્યોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન તેમજ ભારે હિંસા સર્જાઈ હતી. ગુજરાત, મહારાષ્ટ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ક્ષત્રિય સંગઠનો દ્વારા ફિલ્મનાં રિલીઝ થવા મામલે વ્યાપક વિરોધ કરાયો હતો.
ગુજરાત, નવી દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર સહિતનાં રાજ્યોમાં રસ્તા રોકો તેમજ પથ્થરમારો કરીને અને આગ ચાંપીને આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ ફિલ્મને લઇ કરણી સેનાનો દાવો હતો કે આ ફિલ્મમાં રાજપૂતો અને ભારતનાં ઇતિહાસ સાથે ચેડાં કરાયાં છે અને હવે ફરી વાર આ જ ઘટના તાજેતરમાં સુરતમાં ઘટી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"