અમદાવાદ,તા. ૫
સોલામાં ગઇકાલે સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ત્રણ યુવા નેતાઓ એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલે પાટનગર ગાંધીનગરમાં આજે સ્થાનિક લોકોને સાથે રાખી જનતા રેડ કરી હતી. આ ત્રણેય નેતાઓએ ગાંધીનગરમાં ખુદ ડીએસપી ઓફિસ નજીક ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. ત્રણેય યુવા નેતાઓની પાટનગરમાં જનતા રેડને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતુ તો બીજીબાજુ, ડીએસપી જનતા રેડ દરમ્યાન દારૂ નહી મળ્યો હોવાનો લૂલો બચાવ કરતાં જાવા મળ્યા હતા. ભાજપ સરકાર સામે પડેલા ત્રણેય યુવા નેતાઓ તરફથી હવે તા.૭મી જૂલાઇએ અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ પોલીસ તંત્ર અત્યારથી જ હરકતમાં આવી ગયું છે. ત્રણેય યુવા નેતા એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની પાટનગર ગાંધીનગરમાં પાડવામાં આવેલી જનતા રેડને પગલે રાજય સરકાર અને પોલીસની આબરૂનાં ચારે બાજુ લીરેલીરા ઉડયા હતા અને પોલીસની મીઠી નજરે ચાલતા દારૂનાં અડ્ડાનો પણ પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ હતી. ગઇકાલે અમદાવાદ શહેરનાં સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધાં બાદ ચાર વ્યક્તિઓની હાલત લથડી ગઇ હતી, જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં બે વ્યક્તિની હાલત તો હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો અન્ય બે વ્યક્તિઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયાં છે. જેથી આ મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે સવારે સોલા હોસ્પિટલ ખાતે જઇને આ લઠ્ઠાકાંડનો ભોગ બનેલ લોકોનખબર અંતર પૂછ્યાં હતાં અને બાદમાં ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારપછી અચાનક આ ત્રણેય નેતાઓએ ગાંધીનગરમાં ચાલતા દારૂનાં અડ્ડાઓ પર ત્રાટકવા માટે સ્થાનિક લોકોને સાથે રાખી જનતા રેડ કરી હતી. ડીએસપી ઓફિસ નજીક જ એક અડ્ડા પર રેડ કરીને ત્રણેય યુવા નેતાઓએ દારૂનો જથ્થો પકડી પાડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. દારૂ પકડાતાં ડીએસપી ઓફિસ અને તેમના સ્ટાફની ભૂમિકા સામે સવાલો ઉઠયા હતા. જેને પગલે ડીએસપી તરત જ હરકતમાં આવ્યા હતા અને ખરેખર જનતા રેડમાં કોઇ દારૂ નહી મળ્યો હોવાનો લૂલો બચાવ કરતાં જાવા મળ્યા હતા. દરમ્યાન કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તા.૭ જુલાઇનાં શનિવારનાં રોજ હવે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા દારૂનાં અડ્ડા પર રેડ પડાશે. તેમણે સરકાર અને પોલીસ વિભાગ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



