ભરૂચના દશાનગામે દરગાહમાં દર્શન કરવા ગયેલ સોલંકી પરિવાર પર મધમાખીના ઝુંડનો હુમલો

0
123

ભરૂચ:
પ્રાપ્ત માહિતી મુજબ સુરત થી મનાર આવેલ પરિવારના ૪ લોકોને આશા તળાવ પાસે મધમાખીઓએ હુમલો કરતાં તેઓ ચારેવ ને સારવાર અર્થે એમયૂલન્સ માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.આજ રોજ સુરત યુનિવર્સિટી પાસે રહેતાં નગીન મયુર સોલંકી ઉંમર વર્ષ ૪૦ નાઓ પોતાની મોટર સાયકલ લઈને પોતાની પત્ની શુશીલા નગીન સોલંકી ઉમર વર્ષ ૩૫, પુત્ર સુજલ નગીન સોલંકી ઉંમર વર્ષ ૧૦, સાહિલ નગીન સોલંકી ઉંમર વર્ષ ૮ સાથે સુરત થી મનાર પ્રસંગમાં આવ્યા હતાં.અને ત્યાં થી પરત પાછા પરત જતી વખતે ભરૂચના આશા તળાવ પાસે આવેલ દરગાહ પર દર્શન કરવા રોકાયા હતાં.તે દરમ્યાન ત્યાં ઝાડ ઉપર બેસેલ મધમાખીઓ ઉડતાં નગીનભાઈ અને તેમના પરિવાર પર માખીઓએ હુમલો કરી દીધો હતો.જેના કારણે મધ માખીઓના ડંખ પરિવારના લોકોને વાગતાં તેવોએ બુમાં બુમો કરતાં ત્યાંના સ્થાનિકોએ જગ્યા પર પહોંચી નગીનભાઈ અને તેમના પરીવાર જનોને તાત્કાલિક સારવાર અર્થે એમયૂલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ હતા.બનાવ અંગેની ફરિયાદ નોંધી આગળની તાપસ ભરૂચ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY