ભારત અને ફ્રાન્સ વચ્ચે ૧૪ સમજૂતીઓ, અમારી દોસ્તી સદીઓ પુરાણી : મોદી

0
116

ન્યુ દિલ્હી,
તા.૧૦/૩/૨૦૧૮

હૈદરાબાદ હાઉસમાં મોદી-મેક્રોન વચ્ચે મુલાકાત થઈ,રેલ્વે,શહેરી વિકાસ,રક્ષા મુદ્દે મહત્વના કરાર

બંને દેશના સંબંધો જમીનથી લઈને આકાશ સુધીના છે,ભારત-ફ્રાન્સના લોકોએ કનેક્ટ થવું પડશે – મોદી કટ્ટરવાદ અને ફંડિંગ પર અમે સાથે મળીને કામ કરીશું : મેક્રોન

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ત્રણ દિવસની ભારત યાત્રા પર છે. આ દરમિયાન પીએમ મોદી અને મેક્રોન વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી. બંને રાષ્ટ્રો વચ્ચે થયેલી દ્વિપક્ષીય મંત્રણામાં ૧૪ મહત્વની સમજૂતીઓ થઈ છે. જેમાં રેલવે, શહેરી વિકાસ, રક્ષા, અંતરિક્ષ સહિઅતના ક્ષેત્રોમાં કરવામાં આવ્યાં છે.

દ્વિપક્ષીય મંત્રણા બાદ બંને રાષ્ટોના નેતાએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. વડાપ્રધા મોદીએ કહ્યું કે, “અમે માત્ર બે સશક્ત સ્વતંત્ર દેશો અને બે વિવિધતાપૂર્ણ લોકતંત્રના નેતા નથી, પરંતુ બે સમૃદ્ધ અને સમર્થ વિરાસતોના ઉત્તરાધિકારી છે.”મોદીએ કહ્યું કે, “ભારત-ફ્રાંસની રણનીતિક ભાગદારી ભલે ૨૦ વર્ષ જૂની હોય, આપણાં દેશો અને આપણી સભ્યતાઓની આધ્યાત્મિક ભાગીદારી વર્ષો જૂની છે.”

સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું કે, “જમીનથી આકાશ સુધી કોઈ એવો વિષય નથી જેમાં ભારત અને ફ્રાંસ સાથે મળીને કામ ન કરે.”આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે, “આજે આપણી સેનાઓ વચ્ચે પારસ્પરિક લોજીસ્ટીક સપોર્ટની સમજૂતી થઈ છે. જેમાં આપણાં ઘનિષ્ઠ રક્ષા સહયોગના ઈતિહાસમાં એક સ્વર્ણિમ કદમ માનુ છું.”

પીએમ મોદીએ કહ્યું કે, “અમે ઈચ્છીએ કે આપણાં યુવાનો એક બીજા દેશને જાણે, એક બીજા દેશને જાવે, સમજે, કામ કરે કે જેથી આપણાં સંબંધો માટે હજારો ઉચ્ચાયુક્ત તૈયાર થાય. અને તેથી આજે બે મહત્વપૂર્ણ સમજૂતીઓ કરી છે.”
“જેમાં એક સમજૂતી એક બીજાની શિક્ષા યોગ્યતાઓને માન્યતા આપવાની છે અને બીજી માઈગ્રેશન તેમ મોબિલિટી ભાગીદારીને ગતિ આપવાની છે. આ બંને સમજૂતી આપણાં દેશવાસીઓના આપણાં યુવાનો વચ્ચે નજીક સંબંધોનું માળખું તૈયાર કરશે.”

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને મોદી સાથે સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ઉષ્માપૂર્વકના સ્વાગત માટે મોદીનો ખૂબ ખૂબ આભાર. અમે જૂનમાં નક્કી કર્યું હતું કે પરસ્પર સહયોગથી ઇન્ટરનેશનલ સોલરનું આયોજન કરીશું. અઢારમી સદીના ભારતે ફ્રાંસને ખૂબ પ્રેરણા આપી હતી. ભારતના અનેક સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં જીવ ગુમાવ્યો હતો.

ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, ‘આતંકવાદ વિરુદ્ધ અમે સાથે મળીને લડાઈ લડી રહ્યા છીએ. કટ્ટરવાદ અને ટેરર ફંડિંગ પર અમે સાથે મળીને કામ કરીશું. હિન્દ મહાસાગરમાં અમારી ભાગીદારીને આગળ વધારવાનો પ્રયાસ કરીશું. અમે આજે નિર્ણય કર્યો છે કે નેવી એકબીજાને લોજીસ્ટીક સપોર્ટ કરી શકે છે.

શનિવારે સવારે મેક્રોન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ પોતાની પત્ની બ્રિગિટ સાથે રાજઘાટ પહોંચી, ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રણ દિવસની યાત્રા દરમિયાન મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોનની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોનને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી હતી. મેક્રોન જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી જનારા બીજા રાષ્ટાધ્યક્ષ બનશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY