ભરૂચ:
પ્રેમ, કરૂણા અને ક્ષમાના અવતાર પ્રભુ ઇસુના પવિત્ર બલિદાન નો દિવસ એટલે ગુડફ્રાયડે.આ દિવસ નિમિત્તે શહેરના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. અને ખ્રિસ્તી ભાઈ, બહેનો દ્રારા માનવજાત ની મુક્તિ માટે ઇસુએ આપેલી પ્રાણના બલિદાન ને યાદ કરવામાં આવે છે.આજ રોજ આખી દુનિયામાં વસતા ખ્રિસ્તી લોકો દ્રારા ગુડ ફ્રાયડેના ચર્ચમાં ખાસ પ્રાર્થના સભાઓ રાખવાંમાં આવે છે. ત્યારે આજે ગુડફ્રાયડે નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ એબેન એઝેર મેથોડીસ્ટ ચર્ચ,સેન્ટ ઝેવીયર્સ સ્કુલનું ચર્ચ, બંબાખાના સી.એન.આઈ ચર્ચ, સહિત ભરૂચ શહેર જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. ગુડફ્રાયડે એ પ્રભુ ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ છે.
જયારે એબેન એઝેર ચર્ચના પાદરી સાહેબ દ્વારા ચર્ચમાં સવારે ગુડફ્રાયડે નિમિત્તે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. અને સાંજે પ્રભુ ઇસુની ભક્તિ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"