ઉપલેટાની સ્કૂલમાં મળી આવેલા પાર્સલ બોમ્બનો મુખ્ય આરોપી ઝડપાયો

0
13

રાજકોટ,તા.૨૦
ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં બે દિવસ પહેલા પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપીને પોલીસ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સે પોલીસને કબૂલાત આપી હતી કે, મકાનના રૂપિયાની લેતી દેતીમાં વાંધો પડ્યો હોવાથી સ્કૂલના ટ્રસ્ટીને પરિવાર સાથે ઉડાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. રાજકોટ રૂરલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ ચીજવસ્તુઓ કબ્જે કરી છે. અગાઉ આ જ શખ્સે બોમ્બથી બે વ્યક્તિને ઉડાવી દીધા હતા.
ઉપલેટામાં પાર્સલ બોમ્બનો માસ્ટર માઇન્ડ પટેલ વૃદ્ધ નાથાભાઇરવજીભાઇ ડોબરીયા (ઉ.૬૮)ને ઝડપી પાડતા ૧૯૯૯ની સાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૨ના મોત થયા હતા તેનો પણ ભેદ ઉકેલાયો છે. ૨૦૦૬માં આરોપીએ ફરિયાદીને એક મકાન વેચ્યું હતું. જેમાં પૈસાની લેતીદેતી મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. જેનાથી ત્રાસીને ફરિયાદીને વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનું નક્કી કર્યું હતું. શંકા ન જાય તે માટે રાજકોટથી કુરિયર કરવાને બદલે અમરેલી જઇને ત્યાંથી કુરિયર કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY